દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ રેકોર્ડ બનાવ્યો, 100થી વધુ દેશોમાં 20 લાખ કારનું વેચાણ કર્યું

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ શનિવારે કહ્યું છે કે તેણે 20 લાખ વાહનોની નિકાસ પૂર્ણ કરી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 1986-87માં વાહનોની નિકાસ શરૂ કરી હતી.

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ રેકોર્ડ બનાવ્યો, 100થી વધુ દેશોમાં 20 લાખ કારનું વેચાણ કર્યું
ફાઈલ ફોટો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 27, 2021 | 10:27 PM

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ શનિવારે કહ્યું છે કે તેણે 20 લાખ વાહનોની નિકાસ પૂર્ણ કરી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 1986-87માં વાહનોની નિકાસ શરૂ કરી હતી. મારુતિ સુઝુકીની 500 કારનો પ્રથમ મોટો માલ સપ્ટેમ્બર 1987માં હંગેરી મોકલ્યો હતો. નાણાકીય વર્ષ 2012-13માં કંપનીએ 10 લાખ વાહનોની નિકાસ કરીને એક સિદ્ધિ હાંસલ કરી હતી. મારુતિ સુઝુકીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રથમ 10 લાખ વાહનની નિકાસમાંથી 50 ટકાથી વધુ યુરોપના વિકસિત બજારોમાં નિકાસ કરવામાં આવી છે.

કંપનીના નિવેદન મુજબ મારૂતિ સુઝુકીએ લેટિન અમેરિકા, આફ્રિકા અને એશિયાના દેશોના ઉભરતા બજારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને 8 વર્ષમાં 10 લાખ નિકાસનું લક્ષ્ય હાંસલ કર્યું છે. કંપનીના જણાવ્યા મુજબ તે ચિલી, ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા જેવા બજારોમાં મોટો હિસ્સો પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે. આ બજારોમાં અલ્ટો, બલેનો, ડિઝાયર અને સ્વીફ્ટ જેવા મોડલ્સ લોકપ્રિય વિકલ્પો તરીકે ઉભરી આવ્યા છે. કંપનીએ વધુમાં કહ્યું કે તે હાલમાં 100 કરતાં વધુ દેશોમાં 14 મોડેલોના લગભગ 150 ચલોની નિકાસ કરી રહી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીએ સુઝુકીના જાણીતા કોમ્પેક્ટ -ઓફ-રોડર જીમ્નીનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી શરૂ કર્યું છે. જાન્યુઆરીમાં મારુતિ સુઝુકીએ મુન્દ્રા બંદરથી કોલમ્બિયા અને પેરુ જેવા લેટિન અમેરિકન દેશોમાં 184 વાહનોનો જથ્થો પ્રથમ મોકલ્યો હતો. આઈકોનિક થ્રી-ડોર એસયુવી ભારતમાંથી લેટિન અમેરિકા, મધ્ય પૂર્વ અને આફ્રિકન બજારોમાં નિકાસ કરવામાં આવશે. જો કે યુરોપમાં સતત બદલાતા નિયમોને કારણે ત્યાં જિમ્મીની નિકાસ થઈ રહી નથી. જિમ્મી ભારતમાં ઉત્પાદન કરી રહ્યું હોવાથી આ આધારે કંપની વૈશ્વિક ઉત્પાદન ક્ષમતા વધારવાનો લાભ લેવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે જીમ્મીનું ઉત્પાદન હરિયાણાના માનેસર પ્લાન્ટમાં થઈ રહ્યું છે. જીમ્નીની લંબાઈ 3,645 મીમી, પહોળાઈ 1,645 મીમી અને ઊંચાઈ 1,720 મીમી છે. આ સિવાય તમે 1.5 લિટર K15B નેચરલી એસ્પિરિટેડ પેટ્રોલ એન્જિન મેળવી શકો છો જે 105 એચપીની શક્તિ આપશે.

આ પણ વાંચો: મોદી સરકાર આપી રહી છે ડિસ્કાઉન્ટથી સોનું ખરીદવાની તક, જાણો કેવી રીતે અને કઈ તારીખથી ખરીદી શકશો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">