દેશનું અર્થતંત્ર ફરી પાટા ઉપ[ર ચઢી રહ્યું છે : મોન્ટેકસિંહ આહલુવાલિયા

આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ રવિવારે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા ધીરે ધીરે સુધરવા માંડી છે.

  • Ankit Modi
  • Published On - 11:29 AM, 25 Jan 2021
The country's economy is recovering: Montek Singh Ahluwalia
Montek Singh Ahluwalia -Former Deputy Chairman of the Planning Commission of India,

આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ રવિવારે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા ધીરે ધીરે સુધરવા માંડી છે. ભારતીય અર્થવ્યવસ્થામાં કોરોના વાયરસ રોગચાળાની પ્રારંભિક સમયગાળામાં નરમાશ જોવા મળી હતી.

રોગચાળાને કારણે કોરોના લોડાઉન પછી નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે, આ પછીના બીજા ક્વાર્ટરમાં, અર્થવ્યવસ્થાએ સારી રિકવરી કરી હતી અને ઘટાડાનો દર નીચે 7.5 ટકા પર આવી ગયો છે. રાષ્ટ્રીય આંકડા કચેરી (NSO) દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રીય આવકના પ્રથમ આગોતરા અંદાજ મુજબ, દેશના જીડીપી વર્તમાન નાણાકીય વર્ષ (2020-21) દરમિયાન 7.7 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.

આહલુવાલિયાએ જણાવ્યું હતું કે, “રોગચાળાને કારણે લોકડાઉન જરૂરી બન્યું હતું અને જેના કારણે પહેલા ક્વાર્ટરમાં ટોચ પરથી તળિયે સરકી ગયા હતા. હવે અર્થવ્યવસ્થા ફરી ઉપર આવી રહી છે. તે ક્રમિક સુધારણા છે, પરંતુ તે સ્પષ્ટ છે કે તેમાં સુધારો થયો છે. ”

આહલુવાલિયાએ કહ્યું કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર સુધરી રહ્યું છે અને 2019-20 ની સ્થિતિ સામે રિકવર થયું છે. જો કે, મોલ્સમાં હોટલ, રેસ્ટોરન્ટ્સ, મુસાફરી, પર્યટન અને છૂટક ખરીદી જેવા ક્ષેત્રો ખરાબ અસર પડી રહ્યા છે. અંદાજ છે કે આ સ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગશે. તેમણે કહ્યું કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી પણ પાછળ છે અને આગામી કેટલાક ત્રિમાસિક ગાળામાં આ ક્ષેત્રે રોકાણ વધારવાની તાતી જરૂર છે. આહલુવાલિયાએ નાના ઉદ્યોગોને લોન સહાય પૂરી પાડવા બદલ સરકાર અને રિઝર્વ બેંકની પ્રશંસા કરી હતી.