કોરોનાકાળમાં આ BANKના નફામાં 360% ઉછાળો આવ્યો, 4403 કરોડનો કર્યો ચોખ્ખો નફો

ખાનગી ક્ષેત્રની દિગ્ગ્જ ICICI BANK એ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં બેંકનો નફો ત્રણ ગણો વધ્યો છે.

  • Ankit Modi
  • Published On - 15:42 PM, 25 Apr 2021
કોરોનાકાળમાં આ BANKના નફામાં 360% ઉછાળો આવ્યો, 4403 કરોડનો કર્યો ચોખ્ખો નફો
ICICI BANK

ખાનગી ક્ષેત્રની દિગ્ગ્જ  ICICI BANK એ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં બેંકનો નફો ત્રણ ગણો વધ્યો છે. ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 4403 કરોડ રૂપિયા રહ્યો છે. વર્ષ 2020 ના આ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 1221 કરોડ રૂપિયા હતો. આ રીતે વાર્ષિક ધોરણે તેમાં 360 ટકાનો વિકાસ નોંધાયો છે.

જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં બેંકની કુલ આવક રૂ 23953 કરોડ હતી. વર્ષ 2020 ના આ ક્વાર્ટરમાં આવક 23443 કરોડ રૂપિયા રહી હતી. એકીકૃત ધોરણે બેંકનો ચોખ્ખો નફો 4886 કરોડ હતો જે ગયા વર્ષના સમાન ગાળામાં 1251 કરોડ હતો. એકીકૃત ધોરણે ચોખ્ખી આવક રૂ 43621 કરોડ રહી છે જે વર્ષ 2020 ના માર્ચ ક્વાર્ટરમાં રૂ 40121 કરોડ હતી.

NPA માં ઘટાડો
માર્ચ ક્વાર્ટરમાં બેંકની બેડ લોનમાં ઘટાડો નોંધાયો છે. બેંકની NPA ઘટીને 4.96 ટકા પર આવી ગઈ છે જે 31 માર્ચ 2020 સુધીમાં કુલ લોનની 5.53 ટકા હતી. બેંકની ચોખ્ખી NPA પણ વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં 1.41 ટકાથી ઘટીને 1.14 ટકા પર આવી ગઈ છે.

2883 કરોડની જોગવાઈ
ICICI બેંકે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેડ લોનની જોગવાઈને ઘટાડીને રૂ 2883 કરોડ કરી છે જે 2020 ના માર્ચ ક્વાર્ટરમાં રૂ 5967 કરોડ હતી. આ ક્વાર્ટરમાં જોગવાઈ તરીકે બેંકે રૂપિયા 2883 કરોડ ફાળવ્યા છે. બેંકે માર્ચ 2020 ના ત્રિમાસિક ગાળામાં રૂ 5967 કરોડની જોગવાઈ કરી હતી.