ટાટા ગ્રૂપની આ દિગ્ગજ કંપનીના શેરધારકો માટે ખુશખબર, 10 દિવસમાં જાહેર કરશે ડિવિડન્ડ, રેકોર્ડ ડેટ 19 જાન્યુઆરી
કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો તે 13.88 લાખ કરોડ રૂપિયા છે. શેરનું 52 વીક હાઈ લેવલ 3,928.95 રૂપિયા છે અને 52 વીક લો લેવલ 3,070.30 રૂપિયા છે. આજે શેરના ભાવ 3790.00 રૂપિયા પર ખુલ્યા હતા અને છેલ્લે 9.60 રૂપિયાના વધારા સાથે 3803.00 રૂપિયા પર બંધ થયા હતા.

ટાટા ગ્રૂપની લાર્જ કેપ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલે કે TCS આગામી થોડા દિવસમાં ત્રીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરી શકે છે. આ માટે કંપનીની બોર્ડ મીટિંગ 11 જાન્યુઆરી 2024ના રોજ યોજાવા જઈ રહી છે. શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 19 જાન્યુઆરી, 2024 રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. ગયા શુક્રવારે TCSના શેરમાં 0.16 ટકાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને શેર 3794.95 રૂપિયા પર બંધ થયો હતો.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું માર્કેટ કેપ 13.88 લાખ કરોડ રૂપિયા
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના માર્કેટ કેપની વાત કરીએ તો તે 13.88 લાખ કરોડ રૂપિયા છે. શેરનું 52 વીક હાઈ લેવલ 3,928.95 રૂપિયા છે અને 52 વીક લો લેવલ 3,070.30 રૂપિયા છે. આજે એટલે કે, 1 જાન્યુઆરી, 2023 ના રોજ TCS શેરના ભાવ 3790.00 રૂપિયા પર ખુલ્યા હતા અને છેલ્લે 9.60 રૂપિયાના વધારા સાથે 3803.00 રૂપિયા પર બંધ થયા હતા.
કંપની જાહેર કરી શકે છે ડિવિડન્ડ
29 ડિસેમ્બર, 2023 ના રોજ કંપનીની BSE ફાઈલિંગ અનુસાર, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ ગુરુવાર, 11 જાન્યુઆરી, 2024 ના રોજ યોજાશે. આ બેઠકમાં અન્ય બાબતોની સાથે ડિવિડન્ડ પર પણ નિર્ણય લેવામાં આવશે. સાથે જ 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને 9 મહિનાના સમયગાળા માટે ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ (Ind AS) હેઠળ કંપનીના ઓડિટેડ સ્ટેન્ડઅલોન નાણાકીય પરિણામો બેઠકમાં રજૂ કરવામાં આવશે.
11 ઓક્ટોબરના રોજ કંપનીના નિયમનકારી ફાઈલિંગ મુજબ, TCS એ કંપનીના પ્રત્યેક 1 રૂપિયાના ઈક્વિટી શેર પર 9 રૂપિયાનું બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. કંપનીએ નવેમ્બર 2023માં પાત્ર શેરધારકોને ડિવિડન્ડની ચૂકવણી કરી દીધી છે.
આ પણ વાંચો : યસ બેંકના શેરધારકો માટે સારા સમાચાર, નવા વર્ષના પહેલા દિવસે શેરના ભાવમાં થયો 7 ટકાનો વધારો
6 મહિનામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરમાં 15 ટકાનો વધારો
બીજા ક્વાર્ટર દરમિયાન TCSનો ઓપરેટિંગ પ્રોફિટ 9.1 ટકા વધીને 14,483 કરોડ રૂપિયા થયો હતો અને ઓપરેટિંગ માર્જિન 25 bps વધીને 24.3 ટકા થયું હતું. છેલ્લા 6 મહિનામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરમાં 15 ટકાનો વધારો થયો છે, જ્યારે આ શેરે છેલ્લા 1 મહિનામાં 9 ટકા વધ્યો છે.
