MONEY9: આ ટેકનિકથી ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં તમને નહીં થાય નુકસાન

સેબીએ 19 જુલાઇ 2021ના રોજ ઓપન એન્ડેડ ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો માટે મિકેનિઝમનો પ્રસ્તાવ રાખ્યો હતો. સેબીએ કહ્યું છે કે કોઇ ફંડમાંથી મોટી સંખ્યામાં એગ્ઝિટ થાય છે તો તે વર્તમાન NAVથી 1 થી 2 ટકા ઓછી કિંમતે હોવી જોઇએ.

Divyesh Nagar
| Edited By: | Updated on: May 20, 2022 | 2:39 PM

MONEY9: સેબીએ 19 જુલાઇ 2021ના રોજ ઓપન એન્ડેડ ડેટ મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND) સ્કીમો માટે મિકેનિઝમનો પ્રસ્તાવ રાખ્યો હતો. સેબી (SEBI)એ કહ્યું છે કે કોઇ ફંડમાંથી મોટી સંખ્યામાં એગ્ઝિટ થાય છે તો તે વર્તમાન NAVથી 1 થી 2 ટકા ઓછી કિંમતે હોવી જોઇએ. ઉદાહરણ સાથે જોઇએ તો, ચંદિગઢના ટીચર મનિન્દર સિંઘ રિટાયરમેન્ટ બાદ આરામની જિંદગી ઇચ્છે છે. ઘણી શોધખોળ કર્યા બાદ તેમણે મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમમાં પૈસા લગાવ્યા. મનિન્દરે એવું વિચાર્યું હતું કે પૈસા સેફ પણ રહેશે અને રિટર્ન પણ સારુ મળશે. પરંતુ એવુ થયું નહીં. 2020માં કોવિડના તોફાનમાં દુનિયાભરના શેરબજાર ઊંધા માથે પટકાયા.

મ્યુચ્યુઅલ ફંડમાં પણ આવું જ થયું. હવે જેવું કે દરેક સંકટમાં થાય છે, મોટા રોકાણકાર વધારે ચાલાક નીકળ્યા અને તેઓ ડેટ ફંડમાંથી પહેલેથી જ પૈસા કાઢીને બહાર નીકળી ગયા અને ફસાઇ ગયા નાના રોકાણકાર. મનિન્દર પણ આવા જ રોકાણકાર હતા. ફંડ્સની NAVમાં ભારે ઘટાડો થયો. લાચાર મનીન્દર તો સમજી નહોતા શક્યા કે આ બધુ થયું કેવી રીતે? પૈસા કાઢી લેવાનો વિચાર આવતો પણ તેમાં ભારે નુકસાન દેખાતું હતું.

મનીન્દર અને તેમના જેવા હજારો-લાખો રોકાણકારોની આવી હાલતથી રેગ્યુલેટર સંપૂર્ણ રીતે વાકેફ હતા. માર્કેટના આવા ઉતાર-ચઢાવમાં નાના રોકાણકાર કેવી રીતે બચે? તેની પર સેબીમાં મંથન શરૂ થઇ ચૂક્યું હતું અને તેમાંથી જ નીકળી સ્વિંગ પ્રાઇસિંગની ફૉર્મ્યુલા.

હવે સૌથી મોટી વાત એ છે કે છેવટે સ્વિંગ પ્રાઇસિંગ હોય છે શું? અને તે કેવી રીતે કામ કરે છે? પહેલી વાત તો એ કે સ્વિંગ પ્રાઇસિંગમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પોતાની સ્કીમની નેટ એસેટ વેલ્યૂ એટલે કે NAVને એડજસ્ટ કરી શકે છે. પરંતુ આવુ ક્યારે થાય? જ્યારે કોઇ ફંડમાંથી મોટી સંખ્યામાં રિડમ્પ્શન એટલે કે વેચવાલી થઇ રહી હોય કે તેમાં પૈસા આવી રહ્યાં હોય તો આવી સ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એટલે કે એએમસી સ્વિંગ પ્રાઇસિંગનો સહારો લઇ શકે છે. ત્યાર બાદ હાલના બધા રોકાણકાર કે નવા રોકાણકાર એડજસ્ટેડ NAV પર ખરીદ-વેચાણ કરી શકે છે.    

સેબીએ 19 જુલાઇ 2021ના રોજ ઓપન એન્ડેડ ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માટે મિકેનિઝમનો પ્રસ્તાવ રાખ્યો હતો. સેબીએ કહ્યું છે કે કોઇ ફંડમાંથી મોટી સંખ્યામાં એગ્ઝિટ થતી હોય તો તે વર્તમાન NAVનાં 1 થી 2 ટકા ઓછી કિંમતે થવી જોઇએ. હવે તમે એમ સમજી લો કે આ એક પ્રકારનો એગ્ઝિટ લોડ છે. જે મોટા ઉપાડ પર લગાવી દેવામાં આવે છે. સ્વિંગ પ્રાઇસિંગનો નિયમ માર્ચ મહિનાથી લાગુ થઇ ગયો છે.

આ રીતે NAV વધુ નીચે નહીં જાય. એટલે કે મનિન્દર જેવા નાના રોકાણકાર અમુક હદ સુધી નિશ્ચિંત થઇ શકે છે. અહીં એ પણ જાણી લઇએ કે શેના કારણે સેબી આ મિકેનિઝમ લાવવા માટે મજબૂર થઇ. આનું એક મોટું કારણ 2018માં ડેટ ક્રાઇસિસ વખતે આઇએલ એન્ડ એફએસ(IL&FS)નું ડિફોલ્ટ થવાનું હતું. વાત અહીં અટકી નહીં. 2020ના ફ્રેન્કલિન ટેમ્પ્લટન સંકટે તો રોકાણકારોનો રડાવી જ દીધા. આ ફંડ હાઉસે 6 ડેટ યોજનાઓને બંધ કરી દીધી. તેમાં રોકાણકારોના હજારો કરોડ રૂપિયા ફસાઇ ગયા.

મોટા રોકાણકારો તો જોખમનો અંદેશો આવી જતાં પહેલેથી જ તેમાંથી બહાર નીકળી ગયા. મિલીભગત, સાંઠગાંઠ જેવી ચાલાકી તો એક અલગ જ સ્ટોરી છે. તો મનિન્દર જેવા નાના રોકાણકારોને લાગેલા જખમ જોઇને એ વાતની ખાતરી તો ચોક્કસ થઇ ગઇ હતી કે સેબી તેમાં કોઇક નિયમ તો જરૂર લાવશે. અને થયું પણ એવું જ.

જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિઝના સીનિયર સ્ટ્રેટેજિસ્ટ શ્રીરામ બીકેઆર કહે છે કે સ્વિંગ પ્રાઇસિંગની વ્યવસ્થા મોટા રિડમ્પશનને રોકવા માટે એક ચેતવણીની જેમ કામ કરશે, પરંતુ એવું નથી લાગતું કે આનાથી મેનેજર્સના પોર્ટફોલિયોની કામગીરીમાં સુધારો થશે. તેથી જો પોર્ટફોલિયોની ક્વોલિટીના હિસાબે જોઇએ તો તેને રોકાણકારો માટે સંપૂર્ણ સામાધાન ન કહી શકાય.

મની9ની સલાહ

સ્વિંગ પ્રાઇસિંગ દુનિયાના ઘણાં બજારોમાં લાગુ થઇ ચુક્યું છે. ફ્રેન્કલિન ટેમ્પ્લટનના મતે સ્વિંગ પ્રાઇસિંગ એક યોગ્ય પગલું સાબિત થઇ શકે છે. માર્ચથી આ સિસ્ટમની શરૂઆત થઇ ગઇ છે. તમારે તેમાં શું કરવું અને કઇ વાતોનું ધ્યાન રાખવું તે અંગે તમારા એજન્ટ અને બ્રોકર સાથે વાત કરો.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">