આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai) એ ભારતને લઈને મોટી જાહેરાત કરી છે. પિચાઈના મતે ભારત આવનારા સમયમાં એક મોટું ડિજિટલ હબ બનશે. વિશ્વની જરૂરિયાતો ભારતમાંથી પૂરી થશે. પિચાઈએ ડિજિટલ ઈન્ડિયામાં ગૂગલનું રોકાણ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ગૂગલ (Google) ભારતમાં રોકાણ કરીને ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે કામ કરશે.
ગૂગલના સીઈઓએ કહ્યું છે કે તેમની કંપની ભારતમાં આવા વધુ ઉત્પાદનો બનાવશે, જે તેમને વૈશ્વિક સ્તરે મદદ કરશે. કંપનીએ ગયા વર્ષે ભારતમાં ડિજિટાઇઝેશન માટે USD 10 અબજ ડોલર (આશરે રૂ. 75,000 કરોડ)ના રોકાણની જાહેરાત કરી હતી.
પિચાઈએ ભારતમાં YouTube પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની પણ જાહેરાત કરી છે. પિચાઈના મતે, ભારત સહિત વૈશ્વિક સ્તરે કંપની માટે YouTube ખૂબ જ મહત્વપૂર્ણ છે. YouTube અત્યાર સુધીમાં ભારતમાં 5 ટ્રિલિયન ઓલ-ટાઇમ વ્યૂઝ હાંસલ કરી ચૂક્યું છે અને વૈશ્વિક સ્તરે દરરોજ 15 બિલિયનથી વધુ વ્યૂઝ મેળવી રહ્યું છે.પિચાઈએ કહ્યું કે 2022માં ગૂગલ સર્ચ, Google Map અને YouTube માં નવા ફીચર્સ સામેલ કરશે. આને લોકો માટે વધુ સુવિધાજનક બનાવવામાં આવશે.
भारत में गूगल नए प्रोडक्ट बनाएगा, जिससे ग्लोबल स्तर पर उसे मदद मिल सकेगी. गूगल भारत में निवेश आगे भी जारी रखेगा. पूरी जानकारी के लिए देखिए ये वीडियो – @bulandvarun @journoshubh pic.twitter.com/T5UG6L7Jlq
— Money9 (@Money9Live) February 3, 2022
સુંદર પિચાઇની માનીએ તો ભારતમાં ડિઝિટલ અર્થવ્યવસ્થાની ખુબ મોટી સંભાવના છે,વૈશ્વિક સ્તર પર બીજા દેશોની મદદ કરશે. ભારત જેવા ઉભરતા બજારમાં ગુગલ વધારેને વધારે નિવેશ કરશે. જેને કારણે દેશના વધારેને વધારે લોકો સુધી ઇન્ટરનેટ સરળતાથી પહોંચ શકશે. તમને જણાવી દઇએ કે હાલ 5જી લઇને ગુગલ અને ભારતીય એરટેલે હાથ મેળવ્યા છે. ગુગલે ભારતીય ટેલીકોમ કંપની ભારતીય એરટેલમાં 100 કરોડ ડોલર (7510 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે.
આમાં ગૂગલ ભારતી એરટેલમાં 700 કરોડ ડોલર (રૂ. 5257 કરોડ)માં હિસ્સો ખરીદશે અને સાથે મળીને સસ્તા ફોન વિકસાવશે અને 5G પર સંશોધન કરશે. ગૂગલ ભારતી એરટેલમાં 1.28 ટકા હિસ્સો 734 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદશે. આ સિવાય બાકીના 300 કરોડ ડોલર (રૂ. 2253 હજાર કરોડ) કેટલાંક વર્ષો સુધી કોમર્શિયલ એગ્રીમેન્ટના સ્વરૂપમાં રોકાણ કરવામાં આવશે.
આ પણ વાંચો :ફેસબુક આપી રહ્યુ છે કોઇ ગેરંટી વગર 50 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરશો ઓનલાઇન એપ્લાય
આ પણ વાંચો :દેશનું વિદેશી મુદ્રા ભંડાર ઘટ્યુ, 4.53 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો