દેશની સૌથી મોટી દારૂ બનાવતી કંપનીનો આવી રહ્યો છે IPO, ગ્રે માર્કેટ જાણશો તો ચોક્કસ રોકાણ કરશો

Sula Vineyards IPO: ભારતની વાઈન કેપિટલ નાસિકના Sula Vineyards નો IPO આવતા અઠવાડિયે શેરબજારમાં આવવા જઈ રહ્યો છે. અહીં જાણો IPO સંબંધિત તમામ વિગત અને ગ્રે માર્કેટ

દેશની સૌથી મોટી દારૂ બનાવતી કંપનીનો આવી રહ્યો છે IPO, ગ્રે માર્કેટ જાણશો તો ચોક્કસ રોકાણ કરશો
Sula Vineyards IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 11:29 AM

Sula Vineyards IPO: ભારતની સૌથી મોટી વાઇન નિર્માતા Sula Vineyards નો સોમવાર, ડિસેમ્બર 12, 2022 ના રોજ પ્રારંભિક જાહેર ઓફર (IPO) સાથે આવી રહી છે. રોકાણકારો આ આઇપીઓ પર 14 ડિસેમ્બર સુધી ઈશ્યુમાં દાવ લગાવી શકશે. સુલા વાઇનયાર્ડ્સ IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹340-357 નક્કી કરવામાં આવી છે.

IPO રૂ. 960 કરોડનો હશે

પબ્લિક ઇશ્યૂથી ₹960 કરોડ એકત્ર થવાની ધારણા છે. જણાવી દઈએ કે પહેલા આ IPOનું કદ 1,200-1,400 કરોડ રૂપિયા હતું. બાદમાં કંપનીએ તેને ઘટાડીને 960 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું. આ ઈસ્યુ સંપૂર્ણપણે કંપનીના પ્રમોટર્સ અને હાલના શેરધારકો દ્વારા 2,69,00,530 ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) છે. પ્રમોટર રાજીવ સામંત તેમજ કોફિન્ટ્રા SA, Haystack Investments, SAMA Capital III, SWIP હોલ્ડિંગ્સ, Verlinvest France SA, Verlinvest SA અને અન્ય વેચાણકર્તા શેરધારકો OFS(ઓફર ફોર સેલ) માં ભાગ લેશે.

શું GMP ચાલી રહ્યું છે?

સુલા વાઇનયાર્ડ્સ ગ્રે માર્કેટમાં હાલ તેજીના મુડમાં છે. શુક્રવારે તેનું ગ્રે માર્કેટ 40 રૂપિયાના પ્રીમિયમ પર હતું. અગાઉ મંગળવારે તેની જીએમપી 30 રૂપિયાના પ્રીમિયમ પર હતી. નાસિક સ્થિત સુલા વાઇનયાર્ડ્સ 31 માર્ચ, 2021 સુધીમાં ભારતની સૌથી મોટી વાઇન ઉત્પાદક અને વેચનાર કંપની છે. તેની પાસે RASA, Dindori, The Source, Satori, Madera અને Diya સહિતની લોકપ્રિય બ્રાન્ડ્સ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શું સુલા આઈપીઓ ફાયદાકારક સોદો છે?

હવે તમારા ફાયદાની વાત છે, સુલા IPOને લઈને ગ્રે માર્કેટમાં જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તે થોડું આઘાતજનક છે. કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી (સુલા આઈપીઓ જીએમપી) તેના આઈપીઓની કિંમત કરતાં રૂ. 34 ઉપર ચાલી રહ્યું છે. મતલબ કે તે શેરબજારમાં રૂ. 391 પર લિસ્ટેડ થવાની ધારણા છે, જેનો અર્થ છે કે લિસ્ટિંગના દિવસે શેરધારકો 9.52 ટકાનો નફો કરી શકે છે.

જો કે આ અંદાજ GMP ટ્રેન્ડ મુજબ છે. TV9 જૂથનું આની સાથે કોઈ સમર્થન નથી. અમે તમને તમારી વિવેકબુદ્ધિથી અને નિષ્ણાતની સલાહથી શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપીએ છીએ.

Disclaimer: આ સમાચાર સાથે આપેલો ફોટો સાંકેતીક છે. TV9 ગ્રુપ કોઈપણ રીતે આલ્કોહોલના સેવનને પ્રોત્સાહન આપતું નથી. દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">