Upcoming IPO : વર્ષ 2023 માં કમાણીની અઢળક તક મળશે,જાણો 5 એવા IPO વિશે જેની લાંબા સમયથી રોકાણકારો રાહ જોઈ રહ્યા છે
Upcoming IPO : નવા વર્ષમાં ઘણા નવા IPO કતારમાં છે. રોકાણકારો આ યોજનાઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાલુ વર્ષમાં એવા 5 મોટા IPOઆવી રહ્યા છે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.
IPO શેરબજારમાં કમાણી કરવાની મોટી તક લઈને આવે છે. ઘણી યોજનાઓ ખૂબ જ ઓછા સમયમાં સારી કમાણી આપે છે. જોકે, 2021નો અંત અને 2022નો મોટા ભાગનો સમય IPOની દ્રષ્ટિએ બહુ સારો રહ્યો નથી. ભારતીય બજારમાં LIC સહિત આવી ઘણી કંપનીઓએ તેમના રોકાણકારોને નિરાશ કર્યા છે. એવી કેટલીક કંપનીઓ હતી જેમના IPOએ તેમના રોકાણકારોને મજબૂત વળતર પણ આપ્યું હતું. હવે વર્ષ બદલાઈ ગયું છે અને નવા વર્ષમાં ઘણા નવા IPO કતારમાં છે. રોકાણકારો આ યોજનાઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાલુ વર્ષમાં એવા 5 મોટા IPOઆવી રહ્યા છે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ IPO નું પર્ફોર્મન્સ કેવું રહેશે તે તો કહેવું મુશ્કેલ છે પરંતુ તેમની શરૂઆત પહેલા તેમના વિશે ચર્ચાઓનું બજાર ચોક્કસપણે ગરમ છે.
OYO
શેરબજારમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર OYO IPO વર્ષના શરૂઆતના મહિનામાં જ લાવશે. કંપનીના બિઝનેસની વાત કરીએ તો કંપની હેઠળ 157,000 હોટેલ્સ છે. તે 35 દેશોમાં 40 થી વધુ ઉત્પાદનો સાથે તેની સેવાઓ આપે છે. કંપનીએ 2021માં સેબીને IPO સંબંધિત દસ્તાવેજો એટલે કે DRHP આપ્યા છે. તેની યોજના 2022માં IPO લાવવાની હતી. જોકે, બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપનીએ તારીખ લંબાવી છે.
BYJU’S
BYJU’S ઓનલાઈન તેમજ ઓફલાઈન કોચિંગ પ્રદાન કરે છે. કંપની પાસે 5 કરોડ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ છે. ત્રણ વર્ષ માટે તેનો CAGR 21.2 ટકા છે. કંપનીએ 2021-22માં $100 બિલિયનની આવક હાંસલ કરી હતી. આ વર્ષના સૌથી મોટા આઈપીઓમાંથી એક હોઈ શકે છે.
SWIGGY
ફૂડ ડિલિવરી એપ અને ઝોમેટોની હરીફ સ્વિગી પણ આ વર્ષે તેનો IPO લાવી શકે છે. તેનો બિઝનેસ 500થી વધુ શહેરોમાં છે. કંપની સાથે 1.50 લાખ રેસ્ટોરાં સંકળાયેલા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીની આવકમાં વધારો થયો છે. જોકે, આ કંપનીએ કોઈ નફો દર્શાવ્યો નથી.
Mamaearth
મામાઅર્થ તરીકે જાણીતા હોસાના કન્ઝ્યુમરનો IPO પણ આ વર્ષે આવી શકે છે. છેલ્લા 3 વર્ષમાં કંપનીની આવક 105% ની CAGR સાથે વધી છે. વર્ષ 2022 માં, કંપનીએ નફો પણ મેળવ્યો છે. તે બ્યુટી પ્રોડક્ટ બનાવતી કંપની છે. ભારત ઉપરાંત તેનો કારોબાર દક્ષિણ-પૂર્વ એશિયા અને ગલ્ફ પ્રદેશોમાં છે.
Go first
આ ડોમેસ્ટિક એરલાઇન કંપની પણ આ વર્ષે પોતાનો IPO લાવી શકે છે. કંપની આ આઈપીથી 3600 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. ગો ફર્સ્ટનું જૂનું વર્ઝન ગો એર હતું. કંપની પાસે 57 એરક્રાફ્ટ છે. કંપનીની આવકમાં વધારો થયો છે પરંતુ ઈંધણના ભાવમાં વધારાને કારણે ખર્ચ પણ વધ્યા છે.