Upcoming IPO : બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ IPO લાવશે, DRHP દસ્તાવેજ SEBI માં ફાઈલ કર્યા

બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ એ બાલાજી એમાઈન્સની પેટાકંપની છે જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની છે. કંપનીએ 10 ઓગસ્ટે સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે

Upcoming IPO : બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ IPO લાવશે, DRHP દસ્તાવેજ SEBI માં ફાઈલ કર્યા
IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:45 AM

બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ આઇપીઓ(Balaji Speciality Chemicals IPO) લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીએ (Initial public offering – IPO) લાવવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI) પાસે ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યું છે. કંપની IPOમાં ફ્રેશ ઈશ્યુ દ્વારા રૂ. 250 કરોડ એકત્ર કરશે. કંપનીના વર્તમાન શેરધારકો તેમના હિસ્સામાંથી 2.6 કરોડ શેર વેચશે.

બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ એ બાલાજી એમાઈન્સની પેટાકંપની છે જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની છે. કંપનીએ 10 ઓગસ્ટે સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે જ્યારે જૂન મહિનામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે IPO લાવવાની મંજૂરી આપી હતી. કંપનીએ ડ્રાફ્ટ પેપરમાં કહ્યું છે કે તે રૂ. 50 કરોડનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં IPOનું કદ નાનું હોઈ શકે છે.

IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંમાંથી લોનની ચુકવણી કરવામાં આવશે. તેની સાથે કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો પર ખર્ચ કરવામાં આવશે. ઓફર ફોર સેલ (OFS)માંથી મળેલા નાણાં એટલે કે જે શેર વેચવામાં આવશે તે શેરધારકોમાં વહેંચવામાં આવશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

બજાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીની રચના વર્ષ 2010માં કરવામાં આવી હતી. કંપની જે રસાયણો બનાવે છે તેનો ઉપયોગ સ્પેશિયાલિટી કેમિકલ્સ, એગ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં થાય છે. કંપની પાસે કુલ 182 ક્લાયન્ટ્સ છે જેમાં UPI, ડૉ. રેડ્ડી, આરતી ડ્રગ્સનો સમાવેશ થાય છે. 2021-22માં કંપનીની આવક રૂ. 514.28 કરોડ હતી જેના પર રૂ. 108.95 કરોડનો નફો થયો હતો.

28 કંપનીઓને IPO માટે મંજૂરી મળી

સેબી(SEBI)એ નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલ-જુલાઈ દરમિયાન પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) લાવવા માટે 28 કંપનીઓને મંજૂરી આપી છે. આ IPO દ્વારા કુલ રૂ. 45,000 કરોડ એકત્ર કરવાની આ કંપ્નીનોની યોજના છે. IPO માટે નિયમનકારી મંજૂરી મેળવનાર કંપનીઓમાં લાઈફસ્ટાઈલ રિટેલ બ્રાન્ડ ફેબિન્ડિયા, FIH મોબાઈલ્સ અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપની પેટાકંપની- ભારત FIH, TVS સપ્લાય ચેઈન સોલ્યુશન્સ, બ્લેકસ્ટોન સમર્થિત આધાર હાઉસિંગ ફાઈનાન્સ અને McLeods ફાર્માસ્યુટિકલ્સ એન્ડ કિડ્સ ક્લિનિક ઈન્ડિયાનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 11 કંપનીઓએ IPO દ્વારા રૂ. 33,254 કરોડ એકત્ર કર્યા છે. આનો મોટો હિસ્સો LICના IPOનો રૂ. 20,557 કરોડ હતો.

ટાટા ટેક્નોલોજી જે  ટાટા મોટર્સની સબસિડિયરી છે તેના IPO માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને જો બધું બરાબર રહ્યું તો ટાટા ટેકનો IPO આ નાણાકીય વર્ષના અંત સુધીમાં બજારમાં આવી શકે છે. લિસ્ટિંગ સાથે ટાટા ટેક 2004 પછી IPO લાવનારી પ્રથમ ટાટા ગ્રૂપ કંપની હશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">