ચાલુ સપ્તાહે શેરબજારમાં લિસ્ટ થશે આ કંપનીઓ, જાણો રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ

ચાલુ સપ્તાહે શેરબજારમાં લિસ્ટ થશે આ કંપનીઓ, જાણો રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ
વર્ષ 2022નો પહેલો IPO 19 જાન્યુઆરીએ ખુલશે

ગત સપ્તાહમાં શ્રીરામ પ્રોપર્ટીઝ(Shriram Properties)નું ડેબ્યુ સારું રહ્યું નથી. તે 20 ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો છે. મેડપ્લસ હેલ્થ સર્વિસીસ(Medplus Health Services) અને ડેટા પેટર્ન(Data Patterns) એ એક સરસ શરૂઆત કરી છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Dec 27, 2021 | 6:05 AM

ચાલુ સપ્તાહે શેરબજાર(Share Market)માં ત્રણ કંપનીઓના સ્ટોક લિસ્ટિંગ થવા જઈ રહ્યા છે. આજે 27 ડિસેમ્બરે સપ્તાહની શરૂઆત HP Adhesivesના લિસ્ટિંગ સાથે શરૂ થશે. આ પછી Supriya Lifescienceનું લિસ્ટિંગ થશે. આ વર્ષ 31મી ડિસેમ્બરે વર્ષના અંતિમ દિવસે CMS info systemsની લિસ્ટિંગ સાથે સમાપ્ત થશે.

ગત સપ્તાહમાં શ્રીરામ પ્રોપર્ટીઝ(Shriram Properties)નું ડેબ્યુ સારું રહ્યું નથી. તે 20 ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો છે. મેડપ્લસ હેલ્થ સર્વિસીસ(Medplus Health Services) અને ડેટા પેટર્ન(Data Patterns) એ એક સરસ શરૂઆત કરી છે. આ કંપનીઓ અનુક્રમે 30 ટકા અને 47 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ છે. આ સપ્તાહમાં લિસ્ટેડ થનારી કંપનીઓની સ્થિતિ અંગે અનુમાન વિગતવાર જાણીએ.

HP Adhesives આ કંપનીનો IPO 15 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 17 ડિસેમ્બરે બંધ થયો હતો. આ IPOનું કદ 126 કરોડ રૂપિયા હતું. તેમાં રૂ. 113 કરોડનો નવો ઈશ્યુ અને 4,57,200 ઈક્વિટી શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 262 થી રૂ. 272 ​​પ્રતિ શેરની રેન્જમાં હતી. તે 20.96 ગણું સબ્સ્ક્રાઇબ થયું હતું. શેરબજારમાં તેનું લિસ્ટિંગ આજે 27 ડિસેમ્બરે થવાનું છે.

કંપનીના IPOને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. 25.28 લાખ શેરના ઇશ્યૂ સાઈઝ સામે 5.29 કરોડ ઇક્વિટી શેર માટે બિડ પ્રાપ્ત થઈ હતી. બ્રોકરેજ કેપિટલ માર્કેટ્સે આ ઈશ્યુ પર ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે. બીજી તરફ મારવાડી શેર્સે સબ્સ્ક્રાઇબ કરવાનું સૂચન કર્યું છે અને ચોઇસ બ્રોકિંગે સાવચેતી સાથે સબ્સ્ક્રાઇબ કરવાનું સૂચન કર્યું છે.

Supriya Lifescience આ કંપનીનો IPO 16 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 20 ડિસેમ્બરે બંધ થયો હતો. IPOનું કદ 700 કરોડ રૂપિયા છે. આમાં રૂ. 200 કરોડનો નવો ઈશ્યુ અને રૂ. 500 કરોડની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. પ્રાઇસ બેન્ડ 265-274 રૂપિયા પ્રતિ શેર છે. તે 72 ગણું સબ્સ્ક્રાઇબ થયું છે. શેરનું લિસ્ટિંગ 28 ડિસેમ્બરે થશે.

તેના IPO ને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. 1.45 કરોડ ઇક્વિટી શેરના આઇપીઓ સાઈઝ સામે 103.89 કરોડ શેર માટે બિડ પ્રાપ્ત થઈ હતી. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસ, નિર્મલ બેગ, મારવાડી શેર્સ, એન્જલ વન, ચોઇસ બ્રોકિંગ અને બીપી વેલ્થે ઇશ્યૂને સબસ્ક્રાઇબ રેટિંગ આપ્યું છે.

CMS info systems આ IPO 21મી ડિસેમ્બરે ખુલી અને 23મી ડિસેમ્બરે બંધ થયો છે. IPOનું કદ રૂ. 1,100 કરોડનું છે.પ્રાઇસ બેન્ડ 205-216 રૂપિયા પ્રતિ શેર છે. IPO 1.95 ગણું સબ્સ્ક્રાઇબ થયું હતુંજેનું લિસ્ટિંગ 31 ડિસેમ્બરે થશે. એન્જલ વને આ ઈશ્યુને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે. બીજી તરફ આનંદ રાઠી, GEPL કેપિટલ અને ચોઈસ બ્રોકિંગે સબસ્ક્રાઈબ રેટિંગ આપ્યું છે. કે.આર.ચોસ્કીએ લિસ્ટિંગ લાભ માટે સબ્સ્ક્રાઇબ કરવાનું કહ્યું છે.

આ પણ વાંચો :  આ સરળ સ્ટેપ્સ દ્વારા ટ્રાન્સફર કરો પ્રોવિડન્ટ ફંડના પૈસા, EPFOએ ટ્વીટ કરીને આપી જાણકારી

આ પણ વાંચો : વધુ બે કોલસાની ખાણોની હરાજી, કુલ 30 ખાણોમાંથી 8,100 કરોડની આવકનો અંદાજ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati