Tata Group 18 વર્ષ પછી IPO લાવશે, જાણો કઈ કંપનીએ દસ્તાવેજ ફાઈલ કર્યા

એક અહેવાલ મુજબ ટાટા મોટર્સ ટાટા ટેક્નોલોજીસમાં 74 ટકા હિસ્સો ધરાવે છે. પ્રારંભિક માહિતી અનુસાર ટાટા ગ્રૂપ આ IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ ટાટા ટેક્નોલોજીના બિઝનેસના વિસ્તરણ પર કરશે.

Tata Group 18 વર્ષ પછી IPO લાવશે, જાણો કઈ કંપનીએ દસ્તાવેજ ફાઈલ કર્યા
Ratan Tata
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 7:52 AM

શેરબજારમાં રોકાણ કરી કમાણી કરવા વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. ટાટા ગ્રુપનો IPO 18 વર્ષ પછી આવી રહ્યો છે. Tata Group તેની કંપની Tata Technologies IPO લોન્ચ કરશે. ટાટા ટેક એ ટાટા મોટર્સની પેટાકંપની છે અને ટાટા મોટર્સ તેમાં 74 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ જણાવ્યું છે કે તેના બોર્ડે પ્રારંભિક પબ્લિક ઑફર (IPO) દ્વારા ટાટા ટેક્નોલોજિસમાં તેનો આંશિક હિસ્સો વેચવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ટાટા ટેક્નોલોજીસ એ ગ્લોબલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસ કંપની છે. જો આ આઈપીઓ આવે છે તો 18 વર્ષમાં પ્રથમ વખત ટાટા ગ્રુપનો આઈપીઓ આવશે.

ટાટા ગ્રૂપની કંપનીનો છેલ્લો IPO વર્ષ 2004માં આવ્યો હતો જ્યારે તેણે તેની IT કંપની TCSને લિસ્ટ કરી હતી. શેરબજારોને મોકલવામાં આવેલી માહિતીમાં ટાટા મોટર્સે જણાવ્યું કે આ આઈપીઓ બજારની સ્થિતિ, નિયમનકારી મંજૂરીઓ અને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) વગેરે તરફથી મળેલી ટિપ્પણીઓ પર નિર્ભર રહેશે.

ટાટા મોટર્સ 74% હિસ્સો વેચશે

એક અહેવાલ મુજબ ટાટા મોટર્સ ટાટા ટેક્નોલોજીસમાં 74 ટકા હિસ્સો ધરાવે છે. પ્રારંભિક માહિતી અનુસાર ટાટા ગ્રૂપ આ IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ ટાટા ટેક્નોલોજીના બિઝનેસના વિસ્તરણ પર કરશે. કંપનીએ ઇશ્યૂનું મૂલ્યાંકન કરવા માટે એક ઇન્વેસ્ટમેન્ટ બેંક પણ હાયર કરી છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

કંપનીમાં 9300 કર્મચારીઓ

Tata Technologies વિશ્વભરમાં 9300 થી વધુ લોકોને રોજગારી આપે છે. Tata Tech ઓટો, એરોસ્પેસ, ઔદ્યોગિક ભારે મશીનરી અને અન્ય ઉદ્યોગોને સેવાઓ પૂરી પાડે છે. ઓટોનોમસ, કનેક્ટેડ, ઇલેક્ટ્રિફિકેશન એન્ડ શેર્ડ (ACES) મોબિલિટી અને ડિજિટલમાં ઝડપી રોકાણને કારણે તે તાજેતરના વર્ષોમાં ઝડપથી વિકસ્યું છે.

નાણાકીય વર્ષ 2022 માં રૂપિયા 3,529.6 કરોડનો નફો

નાણાકીય વર્ષ 2022 માં ટાટા ટેક્નોલોજીએ રૂ. 3529.6 કરોડનો નફો મેળવ્યો હતો અને ઓપરેટિંગ નફો રૂ. 645.6 કરોડ હતો અને કર પછીનો નફો રૂ. 437.0 કરોડ હતો. વાર્ષિક ધોરણે, કંપનીની આવકમાં 47 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ઓપરેટિંગ નફામાં 65 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

ડ્રોન દ્વારા પહોંચાડશે ઘરે ઘરે દવા

Tata Group Digital Health Platform 1mg એ એક આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી દવા પહોંચાડવા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન દ્વારા દવા પહોંચાડવામાં આવશે. જોકે હાલ આ સેવા માત્ર દેહરાદૂન મા જ શરૂ કરવામાં આવી છે. આ સેવાનો ઉપયોગ આખા શહેરમાં દવા અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી પ્રોડક્ટ પહોંચાડવામાં કરવામાં આવશે. આ ડ્રોન ખુબ ઝડપી કલેક્શન અને ડિસ્ટ્રીબ્યુશનમાં માટે ઉપયોગી થશે અને ટ્રાફિક જેવી સમસ્યામાં આ કારગર સાબિત થશે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">