BABA RAMDEV ની કંપનીના શેરનું શીર્ષાસન, એક મહિનામાં 22 ટકાનો કડાકો બોલ્યો, રોકાણકારો ચિંતાતુર

ડિસેમ્બર ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્સ લિમિટેડનો ચોખ્ખો નફો 15 ટકા વધીને રૂ. 269.18 કરોડ થયો છે. ચોખ્ખા નફામાં વધારો થવાનું કારણ વેચાણમાં વધારો છે. કંપનીએ તાજેતરમાં શેરબજારને જાણ કરી હતી કે એક વર્ષ અગાઉ 2021-22ના સમાન ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂ. 234.07 કરોડ હતો. પંતજલિત ફૂડ્સની 31 ડિસેમ્બરે પૂરા થયેલા ક્વાર્ટરમાં કુલ આવક 26 ટકા વધીને રૂ. 7,963.75 કરોડ થઈ

BABA RAMDEV ની કંપનીના શેરનું શીર્ષાસન, એક મહિનામાં 22 ટકાનો કડાકો બોલ્યો, રોકાણકારો ચિંતાતુર
Baba Ramdev ( file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 7:21 AM

હાલના દિવસોમાં શેર માર્કેટમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગૌતમ અદાણી તેમની કંપનીઓના શેરની કિંમતમાં ઘટાડાની પરેશાન છે તો યોગ ગુરુ રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડનો શેર પણ શીર્ષાસન કરી રહ્યો છે. બાબા રામદેવનો શેર દિવસેને દિવસે નીચે આવી રહ્યો છે. ગત સપ્તાહે પતંજલિ ફૂડ્સના રોકાણકારોને મોટો ફટકો પડ્યો હતો. છેલ્લા સપ્તાહમાં કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રોકાણકારોને અત્યાર સુધીમાં લગભગ 7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.એક મહિનામાં 22 ટકા આસપાસ નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

પાતંજલિનો શેર 52 સપ્તાહની નીચલી સપાટીએ

ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 3 ફેબ્રુઆરીએ પતંજલિ ફૂડ્સના શેરમાં લોઅર સર્કિટ લાગી અને તેની કિંમત ઘટી હતી. કારોબારના અંતે શેરનો ભાવ મોટા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂ. 32,825.69 કરોડ છે. એક સપ્તાહ પહેલા એટલે કે 27 જાન્યુઆરીની વાત કરીએ તો શેરની કિંમત 1102 રૂપિયાના સ્તરે હતી અને માર્કેટ કેપ લગભગ 40 હજાર કરોડ રૂપિયાના સ્તરે રહી હતી. આ રીતે એક સપ્તાહમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 7 હજાર કરોડનો ઘટાડો નોંધાયો હતો.

બાબા રામદેવના શેરનું પ્રદર્શન

Detail Status
Open 959
High 959
Low 911.4
Mkt cap 33.12TCr
P/E ratio 36.14
Div yield 0.55%
52-wk high 1,495.00
52-wk low 911.4

ત્રીજા ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્સનો નફો 15% વધ્યો

તમને જણાવી દઈએ કે ડિસેમ્બર ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્સ લિમિટેડનો ચોખ્ખો નફો 15 ટકા વધીને રૂ. 269.18 કરોડ થયો છે. ચોખ્ખા નફામાં વધારો થવાનું કારણ વેચાણમાં વધારો છે. કંપનીએ તાજેતરમાં શેરબજારને જાણ કરી હતી કે એક વર્ષ અગાઉ 2021-22ના સમાન ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂ. 234.07 કરોડ હતો. પંતજલિત ફૂડ્સની 31 ડિસેમ્બરે પૂરા થયેલા ક્વાર્ટરમાં કુલ આવક 26 ટકા વધીને રૂ. 7,963.75 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 6,301.19 કરોડ હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રાજસ્થાનમાં યોગ ગુરુ રામદેવ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારે સંતોની બેઠકમાં કથિત રીતે દુશ્મનીને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ યોગ ગુરુ રામદેવ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક રહેવાસી પથાઈ ખાનની ફરિયાદના આધારે ચૌહાતાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ચૌહાતાન પોલીસ સ્ટેશનના એસએચઓ ભૂતરામના જણાવ્યા અનુસાર આઈપીસીની કલમ 153A, 295A અને 298 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">