Share Market Crash : શેરબજારમાં 1500 પોઇન્ટના કડાકા વચ્ચે આફતમાંથી અવસરનો મોકો, 20 ટકા સુધી સસ્તા મળી રહ્યા છે સ્ટોક

આજે  સેન્સેક્સ 1,119 પોઈન્ટ ઘટીને 53,184 પર અને નિફ્ટી 324 પોઈન્ટ ઘટીને 15,877.55 પર હતો.આજે ભારતીય રૂપિયો 78.12 પર ટ્રેડ કરી રહ્યો છે. આ અગાઉના બંધ કરતાં 0.48% નીચું છે.

Share Market Crash : શેરબજારમાં 1500 પોઇન્ટના કડાકા વચ્ચે આફતમાંથી અવસરનો મોકો, 20 ટકા સુધી સસ્તા મળી રહ્યા છે સ્ટોક
Stock Market Crash Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 2:39 PM

ભારતીય શેરબજાર(Share Market)માં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે અઢી વાગ્યાના અરસામાં  સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લગભગ 3% કરતા વધુ ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સૌથી વધુ ઘટાડો બેન્કિંગ અને આઈટી શેરોમાં થયો છે. આજે  સેન્સેક્સ 1,119 પોઈન્ટ ઘટીને 53,184 પર અને નિફ્ટી 324 પોઈન્ટ ઘટીને 15,877.55 પર હતો.આજે ભારતીય રૂપિયો 78.12 પર ટ્રેડ કરી રહ્યો છે. આ અગાઉના બંધ કરતાં 0.48% નીચું છે. આજે ડોલર સામે રૂપિયો 78.14 પર ખુલ્યો હતો.આજે એકતરફ બજારમાં કડાકો બોલ્યો છે તો બીજી તરફ ક્વોલિટી સ્ટોક્સની ગણતરીમાં આવતા શેર્સ સસ્તી કિંમતેખરીદવાની પણ તક મળી રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Nifty 50 Top Losers  (2.30 pm )

Company Name Prev Close Change % Loss
Bajaj Finserv 12,253.50 -859.25 -7.01
Hindalco 385.75 -23.35 -6.05
Bajaj Finance 5,667.50 -330.5 -5.83
IndusInd Bank 913.2 -50.55 -5.54
Tech Mahindra 1,109.85 -57.35 -5.17
Tata Motors 428.05 -21.45 -5.01
TCS 3,359.90 -159.85 -4.76
ICICI Bank 720 -34.1 -4.74
Adani Ports 726.4 -32.6 -4.49
Infosys 1,476.80 -60.75 -4.11

આજના કડાકાના ત્રણ મુખ્ય કારણ

  • શુક્રવારે યુએસ બજારો ખરાબ રીતે તૂટ્યા હતા. ડાઉ જોન્સ 880 પોઈન્ટ ઘટીને 31,392 પર બંધ રહ્યો હતો. S&P 500 પણ 3% અને Nasdaq 3.5% ડાઉન હતો. યુરોપિયન માર્કેટ પણ 2-3% તૂટ્યું. એશિયન બજારSGX નિફ્ટી 300 પોઈન્ટથી વધુ નીચે છે. જાપાન, હોંગકોંગ અને તાઈવાનના બજારો લગભગ 2.5% નીચે છે.
  • યુએસ માર્કેટ તૂટવા પાછળનું મુખ્ય કારણ મોંઘવારી દર છે. અહીં મોંઘવારી 40 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. યુએસમાં 1981 થી મે મહિનામાં મોંઘવારી  8.6% પર પહોંચી  છે. આ કારણે ફેડરલ રિઝર્વ પર વ્યાજદર વધારવાનું દબાણ છે જેની અસર સમગ્ર વિશ્વ પર પડશે. આ સિવાય કાચા તેલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં તે બેરલ દીઠ $120 આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.
  • યુએસ મોંઘવારી દરની સાથે બજાર શુક્રવારે જાહેર કરાયેલા ફેક્ટરી આઉટપુટના ડેટા પર પ્રતિક્રિયા આપશે. આ સિવાય છૂટક મોંઘવારીનો ડેટા આજે આવશે.  યુએસ ફેડની બેઠકનું પરિણામ 15 જૂને આવશે. આ તમામ બાબતોને લઈને બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે.

આજે આ શેર્સ 20 ટકા સુધી સસ્તી કિંમતે ખરીદી શકાશે (2.30 pm )

Company Prev Close (Rs) % Change
RBL Bank 113.35 -20.16
Kaarya Facilities 24 -20
MPDL 17.2 -18.6
VSF Projects Ltd. 35 -14.29
Omnipotent Industrie 20.5 -12.93
MT Educare Ltd. 9.78 -11.76
Sakthi Finance 25.75 -10.68
V2 Retail 132.8 -10.32
Steel Strips Infrast 26.85 -10.24
Sambhaav Media Ltd. 3.84 -10.16
Ozone World 8.06 -10.05
Expo Gas Contain 8.9 -10
Time Technoplast Ltd 115.95 -10
City Pulse Multiplex 45 -10
Beryl Drugs Ltd. 9.8 -10
Svam Software Li 7.3 -10

છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 1.84% ઘટ્યો હતો

સેન્સેક્સ અને નિફ્ટીએ 10 જૂને સપ્તાહમાં ભારે ઘટાડા સાથે બંધ કર્યું હતું. સેન્સેક્સ 1016.84 પોઈન્ટ અથવા 1.84% ઘટીને 54,303.44 પર અને નિફ્ટી 276.30 પોઈન્ટ અથવા 1.68% ઘટીને 16,201.80 પર હતો. સેન્સેક્સમાં ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, વિપ્રો, કોટક બેન્ક અને HDFC 2 થી 4% વચ્ચે ઘટ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">