Share Market : સેન્સેક્સની Top-10 પૈકી 7 કંપનીઓની માર્કેટ કેપમાં 1 લાખ કરોડનો વધારો, ગત સપ્તાહે Sensex 360 અંક ઉછળ્યો

છેલ્લા સપ્તાહમાં BSEના 30 શેરોવાળા સેન્સેક્સમાં 360.81 પોઈન્ટ અથવા 0.60 ટકાનો વધારો થયો છે અને તેની અસર સેન્સેક્સની ટોચની 10 કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં જોવા મળી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને ભારતી એરટેલના વેલ્યુએશનમાં ઘટાડો થયો છે.

Share Market : સેન્સેક્સની Top-10 પૈકી 7 કંપનીઓની માર્કેટ કેપમાં 1 લાખ કરોડનો વધારો, ગત સપ્તાહે Sensex 360 અંક ઉછળ્યો
share market high
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 7:50 AM

ભારતીય શેરબજારમાં સેન્સેક્સની Top 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ મૂડી ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 1,07,224.82 કરોડ વધી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ઈન્ફોસિસ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં સૌથી વધુ નફો કરતી કંપની રહી છે. છેલ્લા સપ્તાહમાં BSEના 30 શેરોવાળા સેન્સેક્સમાં 360.81 પોઈન્ટ અથવા 0.60 ટકાનો વધારો થયો છે અને તેની અસર સેન્સેક્સની ટોચની 10 કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં જોવા મળી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને ભારતી એરટેલના વેલ્યુએશનમાં ઘટાડો થયો છે. તેજીના વલણથી વિપરીત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 47,290.7 કરોડ ઘટીને રૂ. 16,69,280.55 કરોડ થયું હતું.

Sensex Top -10 Companies

Company Last Closing Market Capitalization ( Cr.)
RELIANCE INDUSTRIES LTD. 2467.35 1669280.55
TATA CONSULTANCY SERVICES LTD. 3374.2 1234637.11
HDFC Bank Ltd 1600.85 892754.89
INFOSYS LTD. 1503.5 632684.95
HINDUSTAN UNILEVER LTD. 2621.75 616004.09
ICICI BANK LTD. 873.25 609305.82
STATE BANK OF INDIA 600.05 535521.33
HOUSING DEVELOPMENT FINANCE CORP.LTD. 2621.7 478922.89
Life Insurance Corporation of India 712.7 450782.59
BHARTI AIRTEL LTD. 764.4 425982.59

 આ કંપનીઓએ મજબૂત નફો કર્યો

છેલ્લા સપ્તાહમાં TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC અને જીવન વીમા નિગમ (LIC)ની માર્કેટ મૂડીમાં વધારો નોંધાયો છે. TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 59,349.81 કરોડ વધીને રૂ. 12,34,637.11 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 22,997.16 કરોડ વધીને રૂ. 6,32,684.95 કરોડ થયું હતું. ઇન્ફોસિસનો ડિસેમ્બર ક્વાર્ટરનો નફો અપેક્ષા કરતાં સારો રહ્યો છે. ક્વાર્ટર દરમિયાન કંપનીના નફામાં 13.4 ટકાનો વધારો થયો છે.

HUL, HDFC અને LIC ના માર્કેટકેપમાં વધારો

હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ રૂ. 10,514.42 કરોડ વધીને રૂ. 6,16,004.09 કરોડ થયું હતું. HDFCનું મૂલ્યાંકન રૂ. 4,904.87 કરોડ વધીને રૂ. 4,78,922.89 કરોડ થયું છે. LICની માર્કેટ મૂડી રૂ. 3,668.5 કરોડ વધીને રૂ. 4,50,782.59 કરોડે પહોંચી છે. HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 3,624.89 કરોડ વધીને રૂ. 8,92,754.89 કરોડ થયું હતું જ્યારે ICICI બેન્કનું માર્કેટકેપ રૂ. 2,165.17 કરોડ વધીને રૂ. 6,09,305.82 કરોડ થયું હતું.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ ત્રણ કંપનીઓને સૌથી વધુ નુકસાન થયું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને ભારતી એરટેલના વેલ્યુએશનમાં ઘટાડો થયો છે. તેજીની કંપનીઓના વલણથી વિપરીત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 47,290.7 કરોડ ઘટીને રૂ. 16,69,280.55 કરોડ થયું હતું. ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ. 17,373.86 કરોડ ઘટીને રૂ. 4,25,982.59 કરોડ થયું હતું. SBIનું મૂલ્યાંકન રૂ. 490.85 કરોડ ઘટીને રૂ. 5,35,521.33 કરોડ થયું હતું.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">