Share Market : તેજી સાથે શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 58676 સુધી લપસ્યો

યુએસ શેરબજારો હજુ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના આંચકામાંથી બહાર આવ્યા નથી અને રોકાણકારો ત્યાં સતત વેચાણ કરી રહ્યા છે.

Share Market : તેજી સાથે શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 58676 સુધી લપસ્યો
Information technology companies suffered more losses
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 9:50 AM

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે બુધવારે ભારતીય શેરબજાર(Share Market)ની તેજી શરૂઆત થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. જોકે  શરૂઆતી તેજી બાદ બજારે લીડ ગુમાવી દીધી છે. બેન્કિંગ, આઈટી, મેટલ શેરોમાં વેચવાલીથી બજાર પર દબાણ આવ્યું છે.  BSE પર 2739 શેરમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. તેમાંથી 1487 શેર લીલા અને 1122 શેર ઘટયા છે. આજે ચીન અને અમેરિકાના જુલાઈના ફુગાવાના ડેટા પર નજર રહેશે. FIIએ સોમવારે રોકડમાં રૂ. 1450 કરોડની ખરીદી કરી હતી જ્યારે DIIએ રૂ. 141 કરોડનું વેચાણ કર્યું હતું.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(9.46 am )

SENSEX 58,765.28 −87.79 (0.15%)
NIFTY 17,490.10 −35.00 (0.20%)

આ કંપનીઓના પરિણામો જાહેર થયા

  • જૂન ક્વાર્ટરમાં ભારતી એરટેલ, MRF, મધરસન અને ટોરેન્ટ પાવરના સંયુક્ત પરિણામો જાહેર થયા
  • પાવર ગ્રીડ, નાલ્કોની કામગીરી અપેક્ષા કરતા નબળી
  • ABB, સિટી યુનિયન બેંક, ઇન્ડિયન હોટેલ્સ, IGL, વ્હર્લપૂલ, ટાટા કેમિકલ્સ અને GNFC માટે સારા પરિણામો મળ્યા

આ કંપનીઓએ અપર સર્કિટ નોંધાવી

Company Name Bid Qty Last Price Diff % Chg
Aspinwall 36,132 250.3 22.75 10
BLB 15,407 20.9 1.9 10
Madhav Copper 114,349 31 2.8 9.93
Landmark Prop 10,605 7.85 0.7 9.79
Peninsula Land 108,396 10.8 0.95 9.64

યુએસ અને યુરોપિયન બજારોમાં ઘટાડો

યુએસ શેરબજારો હજુ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના આંચકામાંથી બહાર આવ્યા નથી અને રોકાણકારો ત્યાં સતત વેચાણ કરી રહ્યા છે. ચીન-તાઈવાન તણાવને કારણે યુએસ માર્કેટ પણ દબાણ હેઠળ છે અને રોકાણકારો હજુ પણ નફો બુક કરી રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા સત્રમાં અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ NASDAQ પર 1.19 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અમેરિકાની જેમ યુરોપના મોટાભાગના બજારો પણ વેચવાલીનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીના સ્ટોક એક્સચેન્જમાં 1.12 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.ફ્રાન્સના શેરબજાર પણ 0.53 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે લંડન સ્ટોક એક્સચેન્જ 0.08 ટકાના વધારા સાથે બંધ થયો હતો.

એશિયન બજારો આજે તૂટ્યા

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ખોટ પર ખુલ્યા હતા અને માત્ર લાલ નિશાન પર જ ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.23 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 0.62 ટકા તૂટ્યો છે. હોંગકોંગનું શેરબજાર 0.40 ટકા અને તાઇવાનનું 0.56 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આ સિવાય દક્ષિણ કોરિયાના શેરબજારમાં 0.70 ટકાનું નુકસાન છે, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.20 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે.

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે

ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરી વધવા લાગ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ. 1,449.70 કરોડનું રોકાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 140.73 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જો કે, વિદેશી રોકાણકારોની પીઠ પર બજાર ફાયદો કરવામાં સફળ રહ્યું.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">