વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારો(Share Market)ની શરૂઆત(Opening Bell)લીલા નિશાન સાથે થઈ હતી. ભારતીય શેરબજારોની શરૂઆત સારી છે અને સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં ઓપનિંગ સમયે 287.85 પોઈન્ટ એટલે કે 0.53 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને આ ઈન્ડેક્સ 54340.46 ના સ્તર પર ખુલ્યો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સમાં પણ અડધા ટકાનો વધારો જોવા મળ્યો છે અને આ ઈન્ડેક્સ 16213.90 ના સ્તર પર ખુલ્યો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં 1178 શેરની ખરીદી અને 459 શેરની વેચવાલી જોવા મળી હતી અને 81 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
કેન્દ્ર સરકારે(Central Government) મંગળવારે ઘઉં બાદ ખાંડ પર મોટો નિર્ણય લીધો છે. સરકારે 1 જૂનથી ખાંડની નિકાસ(Sugar Exports) પર પ્રતિબંધ મૂક્યો હતો. ગ્રાહક બાબતોના મંત્રાલયે(Ministry of Consumer Affairs) આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે ખાંડની સિઝન 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન દેશમાં ખાંડની સ્થાનિક પ્રાપ્યતા અને ભાવ સ્થિરતા જાળવવા માટે કેન્દ્ર સરકારે 1 જૂન 2022 થી નવી સૂચના સુધી ખાંડની નિકાસને નિયંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે કહ્યું કે સરકાર 100 લાખ મેટ્રિક ટન સુધીની ખાંડની નિકાસને મંજૂરી આપશે. જણાવી દઈએ કે વધતી મોંઘવારી અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વધ્યા બાદ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
વિગતવાર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 236 પોઈન્ટ્સ અથવા 0.43% ઘટીને 54,052.61 પર અને નિફ્ટી 89.55 પોઈન્ટ્સ અથવા 0.55% ઘટીને 16,125.15 પર બંધ થયા છે. લગભગ 1,005 શેર વધ્યા, 2,220 શેર ઘટ્યા અને 121 શેર યથાવત રહ્યા.ડો. રેડ્ડીઝ લેબ્સ, કોટક મહિન્દ્રા બેન્ક, HDFC, નેસ્લે ઈન્ડિયા અને HDFC બેન્ક નિફ્ટીમાં વધ્યા હતા જ્યારે ડિવિસ લેબ્સ, ટેક મહિન્દ્રા, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક ઘટ્યા હતા.