મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Share Market)ની જબરદસ્ત શરૂઆત થઇ છે. સેન્સેક્સ 1000 અંક કરતા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે જયારે નિફ્ટી 17331 સુધી ઉપલા સ્તરે જોવામળ્યો છે. ગુરુવારે અમેરિકી બજારો ઉછળ્યા હતા.ડાઓ જોન્સ 827 પોઈન્ટ વધીને 30,039 પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેક 232 પોઈન્ટના વધારા સાથે 10649 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 પણ 2.6% વધ્યો. SGX નિફ્ટી 250 પોઈન્ટના ઉછાળા સાથે 17200ની ઉપર હતો. આ બજારોના ઉછાળાની અસર ભારતીય બજાર ઉપર પણ જોવા મળી હતી.
શેરબજારની છેલ્લી સ્થિતિ(09:19 am ) | |
SENSEX | 58,255.25 +1,019.92 (1.78%) |
NIFTY | 17,309.80 +295.45 (1.74%) |
ગુરુવાર ઘટાડા બાદ સેન્સેક્સ 57,235.33 ઉપર બંધ થયો હતો જે આજે સારી સ્થિતિમાં 58,162.74 ના સ્તરે ખુલ્યો હતો. પ્રારંભિક કારોબારમાં ઇન્ડેક્સ 58,322.47 સુધી ઉપલા જયારે 58,162.74 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો. નિફટીની વાત કરીએતો કારોબારનો પ્રારંભ 17,322.30 ની સપાટીએ થયો હતો. ઇન્ડેક્સ 7,331.65 ની ઉપલી અને 17,293.45ની નીચી સપાટીએ દેખાયો હતો. ગરૂવારે નિફટી 17,014.35 ઉપર બંધ થયો હતો.
Company | Prev Close (Rs) | % Change |
Som Datt Finance | 28.8 | 19.97 |
UTL Industries | 3.37 | 15.73 |
Atlanta Ltd. | 21.35 | 10.77 |
Shiva Mills | 120 | 10.42 |
Hemang Resources | 41.55 | 10.23 |
Tree House Education | 16.8 | 10 |
Zenith Exports L | 133.75 | 9.98 |
WinPro Industries | 5.33 | 9.94 |
Apollo Micro Systems | 216.4 | 9.82 |
Response Informatics | 31.9 | 9.72 |
આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઈન્ફોસિસે(Infosys) તેના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં તેનો નફો 11 ટકા વધ્યો છે. તે જ સમયે આવકમાં 23 ટકાથી વધુનો વધારો થયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીની કમાણી અને નફાના આંકડા બજારના અંદાજ કરતાં સારા રહ્યા છે. આ સાથે બોર્ડે રૂ. 9,300 કરોડના બાયબેકની જાહેરાત કરી છે જ્યારે પ્રતિ શેર રૂ. 16.5નું ડિવિડન્ડ પણ રોકાણકારોને વહેંચવામાં આવ્યું છે. સવારે 9.32 વાગે શેર 55.75 રૂપિયા અથવા 1,475.65 ઉપર ટ્રેડ કરતો નજરે પડ્યો હતો.
Company Name | CMP | Volume | Value (Rs. Lakhs) |
Infosys | 1,475.55 | 296,281 | 4,206.45 |
Suratwwala Business | 220 | 1,382,000 | 2,916.02 |
HCL Tech. | 1,017.55 | 247,314 | 2,428.75 |
ગુરુવારે વીકલી એક્સપાયરીનાં દિવસે ભારતીય શેરબજારોમાં લાલ રંગ જોવા મળ્યો હતો. બંને બેન્ચમાર્ક સૂચકાંકો ઘટ્યા હતા. બજારમાં રોકાણકારોના ડરનું એક મુખ્ય કારણ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકના ડેટામાં વધારો હતો. સીપીઆઈના ડેટા મુજબ ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો વધુ રહ્યો છે. આ સિવાય અમેરિકાથી આવતા ફુગાવાના ડેટાના અનુમાન, ક્રૂડ ઓઈલમાં વોલેટિલિટી અને વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ પણ રોકાણકારોને ડરાવી રહ્યો છે.