Opening Bell : સતત ત્રીજા દિવસે કારોબારમાં તેજીનો માહોલ, Sensex 54786 સુધી ઉછળ્યો

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના શેરમાં આજે વધારો જોવા મળી રહ્યો છે. BSE પર LICનો શેર 1.34 ટકાના વધારા સાથે રૂ. 887.20 પર ટ્રેડ થઈ રહ્યો છે.

Opening Bell : સતત ત્રીજા દિવસે કારોબારમાં તેજીનો માહોલ, Sensex 54786 સુધી ઉછળ્યો
શેરબજારમાં તેજી દેખાઈ રહી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 10:24 AM

વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતોને કારણે સ્થાનિક શેરબજાર(Share Market) સતત ત્રીજા દિવસે તેજી સાથે ખુલ્યું છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને મજબૂત કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ, ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસ, આઈટી, ફાર્મા સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે જ્યારે મેટલ શેરો દબાણ હેઠળ છે. સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે જ્યારે નિફ્ટી 16350ને પાર કરી ગયો છે. દિગ્ગ્જ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદદારો જોવા મળી રહ્યા છે. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.65 ટકા વધ્યો છે જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 0.86 ટકા વધ્યો છે.સેન્સેક્સ 54,786 સુધી ઉછળ્યો હતો.

લાર્જકેપ શેરોમાં ખરીદીનું વાતાવરણ છે. આજના ટોપ ગેઈનર્સમાં ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, વિપ્રો, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, એચડીએફસી બેંક, ટીસીએસનો સમાવેશ થાય છે. બીજી તરફ પાવરગ્રીડ, એનટીપીસી, ટાટા સ્ટીલ, એચયુએલ, આઈટીસીમાં નબળાઈ છે.

LICના શેરમાં 1 ટકાથી વધુનો ઉછાળો

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના શેરમાં આજે વધારો જોવા મળી રહ્યો છે. BSE પર LICનો શેર 1.34 ટકાના વધારા સાથે રૂ. 887.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે LICનો સ્ટોક NSE પર 8.11 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 872 પર લિસ્ટ થયો હતો. BSE પર 8.62 ટકાના ઘટાડા સાથે રૂ. 867.20 પર લિસ્ટેડ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

એશિયન માર્કેટમાં મિશ્ર સંકેતો

એશિયન માર્કેટમાં નજીવી વેચવાલી છે. SGX નિફ્ટી આજે નજીવા ઘટાડા સાથે લાલ નિશાન પર ખુલી રહ્યો છે. SGX નિફ્ટી 0.24 ટકા નીચે છે. નિક્કી 225 0.59 ટકા અને સ્ટ્રેટ ટાઇમ્સ 0.52 ટકા તૂટ્યો હતો. હેંગ સેંગ 0.77 ટકા નીચે છે. તાઈવાન ઈન્ડેક્સમાં 0.74 ટકા અને કોસ્પી 0.09 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કમ્પોઝિટ 0.25% નબળો પડ્યો છે.

યુએસ બજારોમાં તેજી

અમેરિકી બજારો ફરી એકવાર લીલા નિશાન સાથે બંધ થયા છે. અમેરિકી બજારોમાં સારી તેજી જોવા મળી છે. ડાઉ જોન્સ 430 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. નાસ્ડેક ઇન્ડેક્સ લગભગ 3 ટકા અથવા 321 પોઇન્ટ વધીને બંધ થયો હતો. S&P 500 પણ ઊંચકાયો અને 2.02 ટકા વધ્યો.

ફેડરલ રિઝર્વના વ્યાજ દરોમાં વધારો કરવાના સંકેત

યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે મોંઘવારી અંગે જણાવ્યું હતું કે જ્યાં સુધી મોંઘવારી ઓછી નહીં થાય ત્યાં સુધી ફેડ વ્યાજદરમાં વધારો કરશે. તેમણે કહ્યું કે અમારું ધ્યાન મોંઘવારી દરને 2 ટકાના સ્તરે લાવવાનું છે. અમે આશા રાખીએ છીએ કે દરમાં વધારાને કારણે અર્થવ્યવસ્થા, રોજગાર પર અસર નહીં થાય.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">