Share Market : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજારમાં આજે કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ છ. બંને મુખ્ય ઇન્ડેક્સએ અડધા ટકા નીચે કારોબારની શરૂઆત કરી છે. સપ્તાહના પહેલા દિવસે બજારમાં સારી તેજી જોવા મળી હતી જોકે આજે તે આગળ વધી શકી ન હતી. આજે સેન્સેક્સ 303.73 અંક અથવા 0.54% ઘટાડા સાથે 55,622.01 ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 82.95 મુજબ 0.50% ઘટાડા સાથે 16,578.45 પોઈન્ટથી કારોબારની શરૂઆત કરી છે. સોમવાર 30 મે, 2022 ના રોજ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે, સ્થાનિક શેરબજાર જોરદાર તેજી સાથે બંધ થયું હતું. વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો પર સેન્સેક્સ 1041.08 પોઈન્ટ અથવા 1.90 ટકા વધીને 55,925.754 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 308 પોઈન્ટ અથવા 1.89 ટકાના ઉછાળા સાથે 16,661 પર બંધ રહ્યો હતો. માર્કેટમાં આવેલી તેજીથી રોકાણકારોને મોટો ફાયદો થયો છે. તેમની સંપત્તિમાં રૂ. 5.33 લાખ કરોડથી વધુનો વધારો થયો છે.
સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન વધ્યા બાદ આજે વૈશ્વિક બજારોમાં સુસ્તી જોવા મળી હતી. એશિયાના બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. તે જ સમયે યુરોપિયન બજારોમાં 1 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને ચીનની સપ્લાયમાં ઘટાડો થવાની ચિંતાને કારણે યુરોપમાં રાહત મળી છે. આ સિવાય અમેરિકન બોન્ડ વધીને 2.8 ટકા થઈ ગયા છે.યુએસ પ્રમુખ જો બિડેન અને ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલ વચ્ચેની બેઠક પર આજે નજર રાખવામાં આવશે. એશિયન બજારોની વાત કરીએ તો મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન અહીં ઘટાડો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટી લગભગ 50 પોઈન્ટ ડાઉન છે અને આ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
2021નું વર્ષ IPOથી ભરેલું હતું અને આ વર્ષે પણ ઘણા મોટા IPO બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. એલઆઈસીના આઈપીઓથી સરકાર અને સેબીને મોટો બોધપાઠ મળ્યો છે. રિટેલ રોકાણકારોની સાથે હવે QIB અને NII નાણા પણ બ્લોક થઈ જશે. અગાઉ આવું નહોતું થતું પરંતુ 1 સપ્ટેમ્બરથી સેબી આ નિયમ દરેક પર લાગુ કરવા જઈ રહી છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર બેંક ખાતામાં પૈસા બ્લોક થયા બાદ જ IPO અરજી પર વિચાર કરવામાં આવશે. આ નિયમો QIB, NII સહિત દરેકને લાગુ પડશે. 1 સપ્ટેમ્બરથી તમામ IPO અરજીઓ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જો એપ્લિકેશન સાથે બેંક ખાતામાં નાણાં બ્લોક કરવામાં આવશે. આ નિયમ તમામ IPO અને કન્વર્ટિબલ ઈસ્યુ પર લાગુ થશે.