Share Market : ભારતીય શેરબજાર(Stock Market)માં ગુરુવારના કડાકા બાદ આજે રિકવરી નજરે પડી રહી છે. બજારમાં ઘટાડાની સ્થિતિ બાદ સસ્તી કિંમતે સારા સ્ટોક્સની ખરીદીની તક મળતા આજે રોકાણકારોએ તક ઝડપી લેવાનો પ્રયાસ કર્યો છે. સતત બીજા દિવસે અમેરિકાના બજાર લાલ નિશાનમાં બંધ થયા છે પણ ભારતમાં આજે તેની અસર પ્રારંભિક કારોબારમાં દેખાઈ નથી. આજે સેન્સેક્સ(Sensex Today) 53,513.97 જયારે નિફટી(Nifty Today) 16,043.80 ઉપર ખુલ્યો હતો. ગુરુવારે સેન્સેક્સ 1416 પોઈન્ટના ઘટાડા સાથે 52,792 પર અને નિફ્ટી 430 પોઈન્ટના ઘટાડા સાથે 15,809 પર બંધ રહ્યો હતો. સવારે 9.25 વાગે સેન્સેક્સ 1000 અંકના વધારા સાથે 53793 ઉપર જોવા મળ્યો હતો.
શેરબજારની સ્થિતિ(09.25 AM) | |
SENSEX | 53,793.96 +1,001.73 (1.90%) |
NIFTY | 16,120.80 +311.40 (1.97%) |
વૈશ્વિક બજારોમાંથી હળવી રાહતના સંકેતો છે. જોકે અમેરિકી બજારોમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. યુએસ બજારોમાં ઉચ્ચ વોલેટિલિટી વચ્ચે વધુ એક નબળું સત્ર જોવા મળ્યું હતું. ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ડાઉ જોન્સ લગભગ 250 પોઈન્ટ ઘટ્યો હતો. તે જ સમયે નાસ્ડેકમાં પણ વેચવાલી જોવા મળી હતી. ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ બજારોએ નબળી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં થોડી રિકવરી જોવા મળી હતી. મોંઘવારીની ચિંતાને ધ્યાનમાં રાખીને યુરોપના બજારોમાં એકથી બે ટકાનો ઘટાડો થયો છે. જોકે એશિયન માર્કેટમાં થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે અને આ ઈન્ડેક્સ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
ગુરુવારે ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. તે 10 પૈસા નબળો પડ્યો અને 77.72 પર બંધ થયો. રૂપિયો 77.72 પર ખૂલ્યો અને દિવસના કારોબારમાં 77.76ની નીચી અને 77.63ની ઊંચી સપાટી બનાવી. અગાઉ બુધવારે તે 18 પૈસા નબળો પડીને 77.62 પર બંધ થયો હતો. IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે “વૈશ્વિક પરિસ્થિતિઓને જોતાં આગામી દિવસોમાં રૂપિયો નબળો પડીને 79 થઈ શકે છે.
સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1416 પોઈન્ટના ઘટાડા સાથે 52,792 પર અને નિફ્ટી 430 પોઈન્ટના ઘટાડા સાથે 15,809 પર બંધ રહ્યો હતો. સૌથી વધુ ઘટાડો મેટલ અને આઈટીના શેરમાં થયો હતો. સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ, બજાજ ફાઇનાન્સ અને વિપ્રો માં નુકસાન રહ્યું હતું. તે જ સમયે ITC 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. BSE પર તેનો શેર રૂ. 8.9 અથવા 3.73% વધીને 276.45 પર પહોંચ્યો હતો.સેન્સેક્સ 1,138 પોઈન્ટ ઘટીને 53,070 પર જ્યારે નિફ્ટી 323 પોઈન્ટ ઘટીને 15,917 પર ખુલ્યો હતો. તેણે 53,356ની ઊંચી અને 52,669ની નીચી સપાટી બનાવી હતી.