Opening Bell : સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં રિકવરીનો મૂડ દેખાયો, Sensex 550 અને Nifty 175 અંક ઉછળ્યા

Opening Bell : સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં રિકવરીનો મૂડ દેખાયો, Sensex 550 અને Nifty 175 અંક ઉછળ્યા
symbolic image

જો તમે LIC અથવા તેના પછીના ત્રણ IPOમાં નાણાંનું રોકાણ કરવાનું ચૂકી ગયા હોય તો ચિંતા કરશો નહીં, આ અઠવાડિયે વધુ 3 IPO શેરબજારમાં દસ્તક આપવાના છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

May 16, 2022 | 9:56 AM

Share Market : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market) અસ્થિરતા વચ્ચે ખુલ્યું (Opening Bell)હતું જોકે બાદમાં જબરદસ્ત ખરીદી નીકળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી ખરીદી જોવા મળી હતી અને મેટલ અને બેંક શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સ 78.13 પોઈન્ટ એટલે કે 0.15 ટકા વધ્યો અને ઈન્ડેક્સ 52871.75 ના સ્તર પર ખુલ્યો. આ સિવાય નિફ્ટી 50 ઈન્ડેક્સ 14.10 પોઈન્ટ એટલે કે 0.09 ટકાના વધારા સાથે ખુલ્યો અને આ ઈન્ડેક્સ 15796.30 ના સ્તર પર કારોબાર શરૂ થયો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં 1604 શેરમાં ખરીદારી જોવા મળી રહી છે જ્યારે 572 શેરમાં વેચવાલી જોવા મળી છે અને 105 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

વૈશ્વિક સંકેત સારા મળ્યાં

સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે યુએસ માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સમાં સતત 6 દિવસના ઘટાડા પર બ્રેક લાગી હતી અને ઈન્ડેક્સ 466 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. ઉતાર-ચઢાવની વચ્ચે ડાઉમાં દિવસના નીચલા સ્તરથી 335 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. આ સિવાય આઈટી શેરોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો અને નાસ્ડેકમાં 3.8 ટકાનો ઉછાળો આવ્યો હતો. નાસ્ડેક પર છેલ્લા 6 મહિનાની સૌથી મોટી ઇન્ટ્રા-ડે એક્શન જોવા મળી હતી.  એલોન મસ્કની ટ્વિટર ડીલ હોલ્ડ કરવાની જાહેરાત પછી, ટ્વિટરનો શેર 9 ટકાથી વધુ ઘટી ગયો હતો જ્યારે ટેસ્લાના શેરમાં 5.7 ટકાનો ઉછાળો આવ્યો હતો. યુરોપના બજારોમાં 2 થી 2.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એશિયામાં  સિંગાપુર, મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડના બજારો આજે બંધ રહેશે. આ ઉપરાંત  જો એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં વેપાર લીલા નિશાનમાં જોવા મળે છે. SGX નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

કોમોડિટી અપડેટસ

  • ક્રૂડ ઓઈલ 111 ડોલરના સ્તરે પહોંચી ગયું
  • ફિનલેન્ડ નાટો સભ્યપદ માટે અરજી કરશે
  • સ્વીડિશ સરકાર નાટોનો ભાગ બનવા સંમત છે
  • સોનું 1800 ડોલર નજીક સરક્યું, હાલ સોનુ  4 મહિનાના નીચા સ્તરે

અમેરિકામાં સતત 7મો સાપ્તાહિક ઘટાડો

  • DAO -2.14%
  • S&P 500 -2.4%
  • નાસ્ડેક -2.8%

આજે અહીંના બજારો બંધ રહેશે

સિંગાપોર, મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડના બજારો આજે બંધ રહ્યા હતા

આ સપ્તાહની મહત્વની ઘટનાઓ

  • ફેડના ચેરમેન જેરોમ પોવેલનું નિવેદન
  • યુએસ એપ્રિલ છૂટક વેચાણ અને હાઉસિંગ આંકડા
  • Walmart, Home Depot, Target ના પરિણામો

ચાલુ સપ્તાહે 3 કંપનીઓ IPO લાવશે

જો તમે LIC અથવા તેના પછીના ત્રણ IPOમાં નાણાંનું રોકાણ કરવાનું ચૂકી ગયા હોય તો ચિંતા કરશો નહીં, આ અઠવાડિયે વધુ 3 IPO શેરબજારમાં દસ્તક આપવાના છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમની કુલ કિંમત લગભગ 2387 કરોડ રૂપિયા છે. પારાદીપ ફોસ્ફેટ, ઈથોસ અને ઈમુદ્રા આઈપીઓ આવતા અઠવાડિયે માર્કેટમાં આવવા જઈ રહ્યા છે. BSE વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ પારાદીપ ફોસ્ફેટ આઈપીઓનું સબસ્ક્રિપ્શન 17મી મેના રોજ ખુલશે જ્યારે ઈથોસ આઈપીઓ અને ઈમુદ્રા આઈપીઓ 18મી અને 20મી મેના રોજ ખુલશે. અનુક્રમે પારાદીપ ફોસ્ફેટનો IPO 1501 કરોડ રૂપિયા છે અને Ethosનો IPO 472 કરોડ રૂપિયા છે. બીજી તરફ ઇમુદ્રાએ IPO દ્વારા 412 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati