Opening Bell : ભારતીય શેરબજારની મજબૂત સ્થિતિમાં શરૂઆત, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો

મંગળવારે સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 59,141 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 92 પોઈન્ટ વધીને 17,622 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક બજાર પણ સુધર્યું હતું જેની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ પડશે.

Opening Bell : ભારતીય શેરબજારની મજબૂત સ્થિતિમાં શરૂઆત, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો
Share Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 9:19 AM

સોમવારે નબળી શરૂઆત છતાં મજબૂત સ્થિતિમાં ભારતીય શેરબજાર(Share Market) બંધ થયું હતું. ભારતીય શેરબજાર(Share Market) આજે બીજા કારોબારી દિવસે તેજીના મૂડમાં જણાઈ રહ્યું છે. આજે બંને મુખ ઇન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યા છે. સેન્સેક્સ 59,556.91 ઉપર ખુલ્યો હતો જે ગઈકાલના બંધ સ્તર કરતા 415.68 અંક અથવા

શેરબજારની છેલ્લી  સ્થિતિ(09:20 am )
SENSEX 59,711.96 +570.73 (0.97%)
NIFTY 17,794.15 +171.90 (0.98%)

બજાર તેજી સાથે ખૂકયું

ભારતીય શેરબજાર આજે બીજા કારોબારી દિવસે તેજીના મૂડમાં જણાઈ રહ્યું છે. ચાલુ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બજારની શરૂઆત નબળી રહી હતી પરંતુ અંતે તેજી સાથે બંધ થયું હતું.મંગળવારે સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 59,141 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 92 પોઈન્ટ વધીને 17,622 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક બજાર પણ સુધર્યું હતું જેની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ પડશે. રોકાણકારો આજે શરૂઆતથી જ બજારમાં ખરીદીમાં રસ બતાવાઈ રહ્યા છે  જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈ મેળવશે અને સેન્સેક્સ ફરીથી 60 હજાર તરફ આગળ વધશે.

વૈશ્વિક બજારની સ્થિતિ

Name Last High Low Chg% Chg
Dow Jones 31019.68 31026.89 30559.37 +0.64% 197.26
S&P 500 3899.89 3900.45 3838.5 +0.69% 26.56
Nasdaq 11535.02 11538.13 11337.83 +0.76% 86.62
S&P 500 VIX 25.76 27.95 25.56 -2.05% -0.54
S&P/TSX 19562.38 19569.14 19198.11 +0.91% 176.5
DAX 12803.24 12866.7 12606.64 +0.49% 61.98
Euro Stoxx 50 3499.49 3520.11 3451.51 -0.03% -0.92
Nikkei 225 27684 27914 27626.5 +0.42% 116.35
S&P/ASX 200 6797.6 6807.6 6719.9 +1.16% 77.7
DJ New Zealand 311.33 311.65 309.11 +0.49% 1.52
Shanghai 3129.62 3134.16 3121.25 +0.45% 14.01
Hang Seng 18808 18818.5 18664.5 +1.30% 242.03
Taiwan Weighted 14494.35 14544.1 14473.34 +0.48% 68.67
KOSPI 2367.49 2382.52 2359.84 +0.50% 11.83
Karachi 100 41520.59 41896.62 41504.64 -0.38% -158.9

અમેરિકામાં ફરી ખરીદી જોવા  મળી

અમેરિકી શેરબજાર પણ પાટા પર ફરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વ્યાજદરમાં વધારો કરવાની ફેડની જાહેરાત અને મોંઘવારી અને બેરોજગારીના ભયાનક ડેટાએ રોકાણકારોને પાછળ હટવાની ફરજ પાડી હતી, પરંતુ હવે તેઓ પુનરાગમન કરી રહ્યા છે. રોકાણકારોના આ વિશ્વાસને કારણે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સામેલ નાસ્ડેકમાં 0.76 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

યુરોપમાં મિશ્ર કારોબાર

અમેરિકાની સાથે યુરોપિયન બજારોમાં પણ વધારો જોવા મળ્યો છે પરંતુ અહીં પણ કેટલીક જગ્યાએ ઘટાડાનો પ્રભાવ જોવા મળ્યો છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીના સ્ટોક એક્સચેન્જમાં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.49 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.26 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું અને લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ 0.62 ટકાની ખોટ જોવા મળી હતી.

એશિયામાં પ્રારંભિક તેજી

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે લીલા નિશાન પર ખુલ્યા હતા અને તે લાભ સાથે કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.73 ટકાની મજબૂતી જોવા મળી રહી છે, જ્યારે જાપાનનો નિક્કી 0.40 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર 0.75 ટકા અને દક્ષિણ કોરિયાનું કોસ્પી 0.40 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. જોકે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ આજે પણ 0.07 ટકા નીચે છે.

વિદેશી રોકાણકારોનું સકારાત્મક વલણ

ભારતીય મૂડીબજારમાં સતત નાણાંનું રોકાણ કરી રહેલા વિદેશી રોકાણકારોએ ગયા અઠવાડિયે કેટલાંક સત્રોમાં વેચવાલી કરી હતી, પરંતુ આ સપ્તાહે તેમનો વિશ્વાસ પાછો ફર્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજારમાં રૂ. 312.31 કરોડ મૂક્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 94.68 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">