Multibagger Stock : આ IT સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ 1.8 કરોડ થયું, કંપનીએ પાંચ ગણું બોનસ આપ્યું, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

છેલ્લા 20 વર્ષથી આ IT કંપનીએ રોકાણકારોને 5 વખત બોનસ શેર આપ્યા છે. વિપ્રોએ છેલ્લો બોનસ શેર ત્રણ વર્ષ પહેલા માર્ચ 2019માં 1:3ના રેશિયોમાં આપ્યો હતો.

Multibagger Stock : આ IT સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ 1.8 કરોડ થયું, કંપનીએ પાંચ ગણું બોનસ આપ્યું, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
multibagger stock
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 8:05 AM

શેરબજાર(Share Market)માં મલ્ટિબેગર શેરો(Multibagger Stocks)ની શોધમાં રોકાણકાર નજરે પડતા હોય છે. રોકાણકારો મલ્ટિબેગર શેરમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. ઘણા નવા રોકાણકારો આ પ્રશ્ન પૂછે છે કે જ્યારે આ સ્ટોક અનેક ગણો વધી ગયો છે તો હવે તેના વિશે વાત કરવાનો ફાયદો નથી. આ શેર તેના મહત્તમ સ્તરે હોવાનું અનુમાન લગાવાય છે. એવા શેરની શોધ કરવામાં આવે છે જે નવો મલ્ટીબેગર બની રહ્યો છે. આ પ્રશ્ન પર નિષ્ણાતો કહે છે કે પહેલા તમે મલ્ટિબેગર સ્ટોક્સ વિશે જાણો, તેને સમજો અને જુઓ કે તમે તેમાંથી શું હાંસલ શકો છો. જો તમે આમાંથી કોઈ જ્ઞાન નહીં લો તો તમે મલ્ટિબેગર ગુમાવશો. ટાઇટન અને ઇન્ફોસીસ હોય કે વિપ્રો… આવા તમામ મલ્ટિબેગર્સ ઉપરથી ચોક્કસ કહી શકાય કે સારું રિટર્ન આપનાર શેરોમાં રોકાણ કરીને ધીરજ રાખવી જરૂરી હોય છે.

વિપ્રોના બોનસ શેર્સ

આ શ્રેણીમાં આ IT સ્ટોકે તેના રોકાણકારોને અનેક ગણું વળતર આપ્યું છે. ભારતીય IT અગ્રણી વિપ્રો એવી કંપનીઓમાંની એક છે જેણે બોનસ શેર ઇશ્યૂ કરીને તેના શેરધારકોને સતત લાંબા ગાળાના લાભો પહોંચાડ્યા છે. કંપનીએ 2004 થી પાંચ વખત બોનસની જાહેરાત કરી છે. તમે બોનસ શેરની શક્તિ અને કંપનીના વળતરનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે આ શેરે લગભગ 20 વર્ષમાં રૂ. 1 લાખથી લગભગ 2 કરોડની કમાણી કરી છે.

કેટલું બોનસ મળ્યું ?

છેલ્લા 20 વર્ષથી આ IT કંપનીએ રોકાણકારોને 5 વખત બોનસ શેર આપ્યા છે. વિપ્રોએ છેલ્લો બોનસ શેર ત્રણ વર્ષ પહેલા માર્ચ 2019માં 1:3ના રેશિયોમાં આપ્યો હતો. મતલબ કે જો તમારી પાસે 3 શેર હતા તો તમને વિપ્રોનો શેર બોનસ મળે છે. વિપ્રોએ જૂન 2004માં 2:1, ઓગસ્ટ 2005માં 1:1, જૂન 2010માં 2:3 અને જૂન 2017માં 1:1ના રેશિયોમાં બોનસ શેર ઓફર કર્યા હતા.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

તમે કેટલી કમાણી કરી ?

વિપ્રોના શેરનું વળતર જોવા માટે ચાલો તેના ભાવ ઇતિહાસ પર એક નજર કરીએ… આઈટી કંપની વિપ્રોના શેર 30 એપ્રિલ 2004ના રોજ રૂ. 57.92ના ભાવે હતા. ધારો કે જો તમે આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તમને 1726 શેર મળ્યા હોત. જો તમે આ કંપનીમાં રહ્યા હોત, તો 5 વખત બોનસ શેર મળ્યા પછી, હાલમાં તેના કુલ 46026 શેર હશે.

2 સપ્ટેમ્બર 2022ના રોજ BSE પર વિપ્રોના શેર રૂ. 407.80 પર બંધ થયા હતા. આ શેરની કિંમત 1.87 કરોડ રૂપિયા હશે. હાલમાં વિપ્રોના શેરમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ શેર રૂ. 500થી ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા. તે મુજબ, તમારું વળતર 2 કરોડથી વધુ હશે.

નિષ્ણાતો કહે છે કે સારી ગુણવત્તાનો સ્ટોક જાળવવો પડશે. જો કંપનીના વ્યવસાયમાં આત્મવિશ્વાસ હોય, તો ટૂંકા ગાળામાં ઉતાર-ચઢાવથી ડરવું જોઈએ નહીં. લાંબા સમય સુધી રોકાણમાં રહીને પણ ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. તેની સાથે ડિવિડન્ડ, બોનસ અને અન્ય લાભ મળતા રહે છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">