IRCTC Q2 RESULTS : સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 386% નફો નોંધાવ્યો, પરિણામ બાદ શેર ઉછળ્યો

કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ 158.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ 32.6 કરોડ હતો. જો કે, એ પણ નોંધનીય છે કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે દેશમાં ઓછી ટ્રેનો દોડી હતી.

IRCTC Q2 RESULTS : સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 386% નફો નોંધાવ્યો, પરિણામ બાદ શેર ઉછળ્યો
IRCTC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 3:51 PM

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ આજે સોમવારે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામો (IRCTC Q2 પરિણામ) જાહેર કર્યા. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેના નફામાં 386% નો વધારો નોંધાવ્યો હતો.

કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ 158.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ 32.6 કરોડ હતો. જો કે, એ પણ નોંધનીય છે કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે દેશમાં ઓછી ટ્રેનો દોડી હતી.

IRCTCએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની આવક 357% વધીને રૂ 405 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 88.5 કરોડ હતી.સવારે પ્રારંભિક સત્રમાં શેર ૮૦૯ રૂપિયા સુધી લપસ્યો હતો જોકે પરિણામ જાહેર થયા બાદ બપોરે 2 વાગ્યાની આસપાસ NSE પર કંપનીનો શેર 3.10%ના ઉછાળા સાથે રૂ 871.40 પર ટ્રેડ થયો હતો. આજના કારોબારના અંતે શેર 1.12 ટકા વધારા સાથે 855 ની સપાટીએ બંધ થયો હતો.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન IRCTCના આંતરિક ટિકિટિંગ સેગમેન્ટમાં મોટો ઉછાળો આવ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન આ સેગમેન્ટમાંથી કંપનીની આવક વધીને રૂ 265 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ 58.2 કરોડ હતી. કેટરિંગ સેગમેન્ટમાંથી કંપનીની આવક રૂ. 71.4 કરોડ થઇ હતી, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 17 કરોડ હતી.

૨૭ ઓક્ટોબરે IRCTC નું એક સામે પાંચ શેરોમાં વિભાજન થયું IRCTCનું બહુપ્રતીક્ષિત સ્ટોક સ્પ્લિટ ગુરુવારે પૂર્ણ થયું હતું. કંપનીનો એક શેર પાંચ શેરમાં વિભાજીત થયો હતો. મતલબ કે જો તમારી પાસે IRCTCના 10 શેર હોય તો તે 50 શેર થયા છે. શેરના વિભાજન પછી, IRCTCના શેર શુક્રવારે 10 ટકાથી વધુ ઊંચા વેપાર કર્યો હતો.

Indian Railway Ctrng nd Trsm Corp Ltd – IRCTC ની છેલ્લી સ્થિતિ

Closing 855.15   +9.50 (1.12%) Open    870.00 High    885.70 Low    809.45

આ પણ વાંચો :   Gold Price Today : દિવાળી દરમ્યાન સસ્તું સોનું ખરીદવાની મળી રહી છે તક, જાણો આજના 1 તોલા સોનાના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો :  Railway New Time Table: આજથી રેલવેનું બદલાયું ટાઈમટેબલ, સફર પહેલા ધ્યાનમાં રાખજો આ ફેરફાર

Latest News Updates

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">