આજે આ 12 શેરમાં રોકાણ આપશે ડિવિડન્ડની કમાણીનો મોકો, જાણો કઈ કંપની કેટલો આપશે લાભ

આજે 4 ઓગસ્ટના રોજ માર્કેટમાં લગભગ 12 સ્ટોક્સ એવા છે જે એક્સ-ડિવિડન્ડ થવા જઈ રહ્યા છે. આનો અર્થ એ છે કે જો તમે ગુરુવાર સુધીમાં આ શેર ખરીદો છો, તો તમને ડિવિડન્ડ મળશે.

આજે આ 12 શેરમાં  રોકાણ આપશે ડિવિડન્ડની કમાણીનો મોકો, જાણો કઈ કંપની કેટલો આપશે લાભ
There are 12 stocks that are going ex-dividend today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 9:07 AM

શેરબજાર(Share Market)માંથી નાણા માત્ર શેરની વધઘટ દ્વારા જ નહીં પરંતુ અન્ય 1-2 રીતે પણ કમાઈ શકાય છે. એક સરળ માર્ગ ડિવિડન્ડનો છે. જ્યારે કંપની તેના શેરધારકોને શેર દીઠ શેરની ફેસ વેલ્યુ અનુસાર નિશ્ચિત રીતરણ આપે છે ત્યારે તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે. જે લોકોના શેરમાં નુકસાન થાય છે તેઓ ઘણી વખત ડિવિડન્ડ લઈને તેની ભરપાઈ કરે છે. આવી સ્થિતિમાં શેરધારકો હંમેશા ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓની શોધમાં હોય છે. આજે 4 ઓગસ્ટના રોજ માર્કેટમાં લગભગ 12 સ્ટોક્સ એવા છે જે એક્સ-ડિવિડન્ડ થવા જઈ રહ્યા છે. આનો અર્થ એ છે કે જો તમે ગુરુવાર સુધીમાં આ શેર ખરીદો છો, તો તમને ડિવિડન્ડ મળશે. જાણો આ કંપનીઓ તેમના શેરધારકોને કેટલા ટકા ડિવિડન્ડ આપશે.

  1. Cheviot Company Limited- કંપની તેના શેરધારકોને 600 ટકા એટલે કે 60 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપશે. તેની રેકોર્ડ ડેટ 5 ઓગસ્ટ છે એટલે કે 4 ઓગસ્ટે આ કંપની એક્સ-ડિવિડન્ડ બની જશે. બુધવારે શેર રૂ.1,440 પર બંધ રહ્યો હતો
  2. Matrimony.com Limited- બુધવારે શેર રૂ.780 પર બંધ રહ્યો હતો. કંપની 5 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર પર શેરધારકોને 5 રૂપિયા એટલે કે 100 ટકા ડિવિડન્ડ આપશે.
  3. Rites-આ કંપની નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રથમ વચગાળાનું ડિવિડન્ડ શેરધારકોને આપશે. તે તેના શેરધારકોને પ્રતિ શેર 4 રૂપિયાના દરે ડિવિડન્ડ આપવા જઈ રહી છે. કંપનીનો શેર 4 ઓગસ્ટે રૂ.268 પર બંધ થયો હતો.
  4. Andhra Paper Ltd- કંપની શેરધારકોને 7.50 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ ચૂકવવા જઈ રહી છે. તેના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. બુધવારે કંપનીના શેર રૂ.384.50 પર બંધ થયા હતા.
  5. Bata India- આ કંપની તેના શેરધારકોને 54.5 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. તેના શેરની ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. તેમાં રૂ.50નું વન-ટાઇમ સ્પેશિયલ ડિવિડન્ડ પણ સામેલ છે. બુધવારે કંપનીના શેર રૂ.1989 પર બંધ થયા હતા.
  6. Lloyds Metals and Energy Limited- કંપની ૧ રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર શેરધારકોને 0.50 પૈસાનું ડિવિડન્ડ આપી રહી છે. કંપનીના શેર બુધવારે રૂ.142 પર બંધ થયા હતા.
  7. Delta Corp Limited- કંપની તેના રોકાણકારોને 1.25 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. તેના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયા છે. બુધવારે કંપનીના શેર રૂ.198ની આસપાસ બંધ થયા હતા.
  8. A. K. Capital Services Limited- કંપની તેના શેરધારકોને રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર રૂ.3નું ડિવિડન્ડ આપશે. બુધવારે તેનો શેર 431 રૂપિયાની નજીક બંધ થયો હતો.
  9. Elgi Equipments Limited- તેના શેરધારકોને પ્રતિ શેર 1.15 રૂપિયાનું ડિવિડન્ડ મળશે. તેના દરેક શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયા છે. બુધવારે શેર રૂ.436 પર બંધ થયો હતો.
  10. Saven Technologies Ltd- કંપની શેરધારકોને રૂ 1નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવશે. તેના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયા છે. બુધવારે શેર રૂ. 43.30 પર બંધ થયો હતો.
  11. Symphony Limited- શેરધારકોને રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર પ્રતિ શેર રૂપિયા 2નું વચગાળાનું ડિવિડન્ડ મળશે. બુધવારે તેનો શેર રૂ.928ની નજીક બંધ થયો હતો.
  12. ADF Foods Limited- શેરધારકોને રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર શેર દીઠ રૂ. 4નું ડિવિડન્ડ મળશે. બુધવારે શેર રૂ.733 પર બંધ થયો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">