Infosys રૂ. 9200 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે. 25 જૂનથી શરૂ થશે પ્રક્રિયા

દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસ(Infosys)નો શેર બાયબેક પ્લાન(Share Buyback Plan) 25 જૂન, 2021 થી શરૂ થઈ રહ્યો છે. કંપની તેમાં 1,750 રૂપિયાનાના મહત્તમ ભાવે 9,200 કરોડ રૂપિયાના શેર ખરીદશે.

Infosys રૂ. 9200 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે. 25 જૂનથી શરૂ થશે પ્રક્રિયા
Infosys
Follow Us:
| Updated on: Jun 24, 2021 | 8:04 AM

દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસ(Infosys)નો શેર બાયબેક પ્લાન(Share Buyback Plan) 25 જૂન, 2021 થી શરૂ થઈ રહ્યો છે. કંપની તેમાં 1,750 રૂપિયાનાના મહત્તમ ભાવે 9,200 કરોડ રૂપિયાના શેર ખરીદશે.

શેર બાયબેકને કંપનીના બોર્ડ અને શેરહોલ્ડરો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઈન્ફોસિસે સ્ટોક એક્સચેંજ દ્વારા ખુલ્લા બજારમાંથી કંપનીના ઇક્વિટી શેરના બાયબેક માટે અખબારોમાં જાહેરાતો દ્વારા માહિતી આપી છે. શેર બાયબેક માટે મેનેજર તરીકે કોટક મહિન્દ્રા કેપિટલની નિમણૂક કરવામાં આવી છે.

રિઝર્વ ફંડમાંથી બાયબેકની વ્યવસ્થા કરાઈ કંપનીએ જણાવ્યું છે કે જો શેર મહત્તમ બાયબેક ભાવ કરતા ઓછા ભાવે ખરીદવામાં આવે તો બાયબેક કરવાના ઇક્વિટી શેરની વાસ્તવિક સંખ્યા મહત્તમ બાયબેક શેરથી વધી શકે છે. જો કે મહત્તમ બાયબેક સાઈઝને આધિન રહેશે. કંપની સાથે અનામત ફંડ માંથી બાયબેક માટે નાણાંની વ્યવસ્થા કરવામાં આવશે. ઇન્ફોસીસ બોર્ડે એપ્રિલ 2021 માં રૂ 15,600 કરોડના કેપિટલ રિટર્નને સૂચવ્યું હતું. તેમાં 6,400 કરોડ રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ અને ઓપન માર્કેટમાંથી રૂ 9,200 કરોડના શેરોની બાયબેક શામેલ છે. માર્ચ 2021 ના ​​ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 17.5 ટકા વધીને રૂ 5,076 કરોડ થયો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઇન્ફોસિસના શેરની છેલ્લી સ્થિતિ આઇટી સર્વિસીસ કંપનીએ જણાવ્યું કે બોર્ડે શેર બાયબેકને 14 એપ્રિલના રોજ મંજૂરી આપી દીધી છે જ્યારે શેરહોલ્ડરોએ 19 જૂન 2021 ના રોજ શેર બાયબેકને મંજૂરી આપી દીધી છે. 25 જૂનથી શરૂ કરી કંપની 24 ડિસેમ્બર સુધી શેર બાયબેક કરશે. એટલે કે, આગામી માટે 6 મહિના સુધી પ્રક્રયા ચાલશે. આ સમય દરમ્યાન તમે તમારા શેર કંપનીને વેચી શકો છો. કંપનીએ કહ્યું કે જો બાયબેક પ્રક્રિયા સમય પહેલા પૂર્ણ થઈ જાય છે તો તે વહેલી બંધ કરી દિવસે. બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) માં બુધવારે ઇન્ફોસિસનો શેર 0.59 ટકાના ઘટાડા સાથે 1,502.85 રૂપિયા પર બંધ થયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">