High Demang Stock : તહેવારોની સીઝન નજીક આવતા ખાદ્યતેલ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં ઉછાળો, અદાણી અને પતંજલિ 5 ટકા ઉછળ્યા

તહેવારોની સીઝન નજીક આવતા ખાદ્યતેલના સ્ટોક્સ ઉપર જઈ રહ્યા છે. આજે  ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મર અને બાબા રામદેવની કંપની પતંજલિ બંનેના શેરની જબરદસ્ત માંગ રહી છે. સવારે 9.27 વાગે બંને સ્ટોક્સ 5 ટકાના ઉછાળા સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા.

High Demang Stock : તહેવારોની સીઝન નજીક આવતા ખાદ્યતેલ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં ઉછાળો, અદાણી અને પતંજલિ 5 ટકા ઉછળ્યા
Shares of Baba Ramdev and Gautam Adani's companies remained bullish
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 9:40 AM

ભારતીય શેરબજાર(Share Market)માં આજના કારોબારમાં સુસ્તી નજરે પડી રહી છે. પ્રારંભિક કારોબારમાં ઉતાર- ચઢાવ નજરે પડી રહ્યો છે. આજે સેન્સેક્સ 59,504.14 ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 59,796.57 સુધી જયારે નીચલી સપાટીએ 59,491.81 સુધી પટકાયો હતો. મંગળવારે તેજી બાદ ઇન્ડેક્સ 59,719.74 ની સપાટીએ બંધ થયો હતો. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ 17,766.35 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. આજે નિફટી 17,838.55 સુધી ઉછળ્યો જયારે 17,761.20 સુધી સરક્યો હતો. નિફટીનું મંગળવારનું બંધ સ્તર 17,816.25 હતું. મંગળવારે FIIએ રૂ. 1196 કરોડની  અને DIIએ રૂ. 132 કરોડની ખરીદી કરી હતી.

ખાદ્યતેલના સ્ટોક્સમાં 5 ટકાની પ્રારંભિક તેજી

તહેવારોની સીઝન નજીક આવતા ખાદ્યતેલના સ્ટોક્સ ઉપર જઈ રહ્યા છે. આજે  ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મર અને બાબા રામદેવની કંપની પતંજલિ બંનેના શેરની જબરદસ્ત માંગ રહી છે. સવારે 9.27 વાગે બંને સ્ટોક્સ 5 ટકાના ઉછાળા સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. આજે શરૂઆતી કારોબારમાં અદાણી વિલ્મરના 68 કરોડ રૂપિયાના શેર્સની ખરીદી થઇ હતી જયારે પતંજલિ ફૂડ્સના 15 કરોડ રૂપિયાના શેર્સ ખરીદાયા હતા.

યસ બેન્કનો શેર ઉછળ્યો

યસ બેન્કે 20 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે તેના બોર્ડે ₹48,000 કરોડના NPA પોર્ટફોલિયો માટે જેસી ફ્લાવર્સની બેઝ બિડ માટે બેન્કને કોઈ ચેલેન્જર બિડ ન મળ્યા પછી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જેસી ફ્લાવર્સને 6 બિલિયન સ્ટ્રેસ્ડ ડેટના વેચાણને મંજૂરી આપી છે.ઉલ્લેખનીય છે કે જેસી ફ્લાવર્સે એનપીએ માટે રૂ. 111.83 બિલિયનની પ્રારંભિક બિડ સબમિટ કરી હતી. સ્વિસ ચેલેન્જ પ્રક્રિયા  સમાપ્ત થયા પછી બેંકના બોર્ડે આજે સ્વિસ ચેલેન્જ પ્રક્રિયાના વિજેતા તરીકે JC ફ્લાવર્સ ARCની ઘોષણાને મંજૂરી આપી હતી .આ ખબર પછી આજે યસ બેન્કના 25 કરોડ રૂપિયાના શેર્સ ખરીદાયા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

 આજના ઊંચી માંગમાં રહેલા સ્ટોક્સ અને તેની ખરીદીના આંકડા

Company Name CMP Volume Value (Rs. Lakhs)
Adani Wilmar 800 885,487 6,818.69
Yes Bank 17.15 15,804,600 2,591.95
Patanjali Foods 1,445.00 111,545 1,563.25
Triveni Engg. & Inds 283.45 443,038 1,191.33
Triveni Turbine 243.2 439,557 1,005.93

સંરક્ષણ શેરોએ મજબૂત ઓર્ડર બુક તૈયાર કરી

ભારતનું સંરક્ષણ ક્ષેત્ર(defence sector) વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી નિર્ણાયક છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન ઉપરાંત ભારત વિશ્વની સૌથી મોટી સેનાઓ પૈકીની એક અને ચોથું સૌથી વધુ વાર્ષિક સંરક્ષણ બજેટ ધરાવે છે. સંરક્ષણ મંત્રાલયને કેન્દ્રીય બજેટ 2022-2023 માં 70.6 અબજ ડોલર ફાળવવામાં આવ્યા હતા. ભારત તેમના સશસ્ત્ર દળો પર સૌથી વધુ ખર્ચ કરતા દેશોમાં ત્રીજા ક્રમે છે જેનો ખર્ચ તેની GDP ના 2.15 ટકા છે. ભારતની સંરક્ષણ આયાત(India’s defence imports)ની રકમ FY20 માં 463 મિલિયન ડોલર અને FY21 માં લગભગ 469.5 મિલિયન ડોલર હતી. આત્મનિર્ભર ભારત(Atmanirbhar Bharat)ની યોજનાને સરકાર દ્વારા સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રો(defence and aerospace sectors) માટે લક્ષ્યાંકિત કરવામાં આવી છે જેમાં જરૂરી સંશોધન અને વિકાસ દ્વારા આધારભૂત સ્થાનિક ઉત્પાદન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

વર્ષ 2016 અને 2021 ની વચ્ચે ભારતના સંરક્ષણ ઉત્પાદન ઉદ્યોગે 4 ટકાના CAGRનો આધાર ઉભો કર્યો છે. વર્ષ 2025 સુધીમાં સરકાર 25 અબજ ડોલર ટર્નઓવરની અપેક્ષા રાખે છે જેમાંથી 5 અબજ ડોલર એરોસ્પેસ અને સંરક્ષણ સંબંધિત વસ્તુઓ અને સેવાઓની નિકાસમાંથી આવશે. વધુ આશાવાદી રીતે રાષ્ટ્રની સંરક્ષણ નિકાસમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ભારતમાં સરકાર સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગમાં 80 ટકા હિસ્સો ધરાવે છે.

વર્ષ 2022માં અત્યાર સુધીમાં 122 ટકા સુધીનો વધારો નોંધાવી સંરક્ષણ શેરોએ મજબૂત ઓર્ડર બુક તૈયાર કરી દીધી છે

Company name Market cap (Rs Cr) YTD returns (%) Order book (Rs Cr) Order book
Bharat Dynamics Ltd 15,925.31 122.34 13,000 4
Hindustan Aeronautics Ltd 84,996.29 109.74 84,800 3
Premier Explosives Ltd 535.68 108.89 646 3
Bharat Electronics Ltd 81,175.09 58.72 55,450 3
Garden Reach Shipbuilders & Engineers Ltd 3,899.35 52.61 23,583 23
Mazagon Dock Shipbuilders Ltd 8,433.67 49.93 43,500 6
Astra Microwave Products Ltd 2,981.61 46.52 1,650 3

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">