Global Market : વૈશ્વિક બજારે સતત ચોથા દિવસે નબળાં સંકેત આપ્યા, જાણો કેવો રહેશે આજનો કારોબાર અને શું છે નિષ્ણાંતોની સલાહ
શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 1,021 પોઈન્ટ ઘટીને 58,099 પર જ્યારે નિફ્ટી 302 પોઈન્ટ ઘટીને 17,327 પર બંધ થયો હતો છે. છેલ્લા સત્રમાં ઓટો અને એફએમસીજી સહિત તમામ સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
વૈશ્વિક બજાર તરફથી ભારતીય શેરબજાર(Share Market) માટે આજે સતત ચોથા દિવસે નબળાં સંકેત મળી રહ્યાછે. વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહી છે. શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 1,021 પોઈન્ટ ઘટીને 58,099 પર જ્યારે નિફ્ટી 302 પોઈન્ટ ઘટીને 17,327 પર બંધ થયો હતો છે. છેલ્લા સત્રમાં ઓટો અને એફએમસીજી સહિત તમામ સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.ગત સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓ(Sensex Top -10 Companies)માંથી સાત કંપનીઓના માર્કેટ કેપમાં સામૂહિક રીતે રૂ. 1,34,139.14 કરોડનો ઘટાડો નોંધાયો હતો.
નિષ્ણાતોનો અભિપ્રાય શું છે ?
નિષ્ણાતો કહે છે કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બાઉન્સ પછી ઘટાડો જોવા મળ્યો હતો જે નાના અપટ્રેન્ડ પછી બજારમાં ઘટાડો સૂચવે છે. આ સિવાય આજના કારોબારમાં રોકાણકારો પર પ્રોફિટ-બુકિંગનું દબાણ રહેશે કારણ કે વૈશ્વિક બજારમાં ત્રણ દિવસના ઘટાડા પછી પણ વેચાણનું વાતાવરણ છે. એશિયાના તમામ મુખ્ય બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
યુએસ અને યુરોપના માર્કેટમાં મોટો ઘટાડો
ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત આપ્યો ત્યારથી રોકાણકારો યુએસ શેરબજારથી દૂર રહ્યા છે. ત્યાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ અમેરિકાના મુખ્ય શેરબજારો NASDAQ પર 1.80 ટકાના મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મોટા ઘટાડા સાથે બંધ થયા છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા સત્રમાં 1.97 ટકાના મોટા નુકસાન સાથે બંધ થયું હતું જ્યારે ફ્રેન્ચ શેરબજાર 2.28 ટકા તૂટ્યું હતું. લંડન સ્ટોક એક્સચેન્જમાં પાછલા સત્રમાં 1.97 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એશિયન માર્કેટમાં નુક્સાન સાથે કારોબાર
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે લાલ નિશાનમાં ખુલ્યા છે અને હાલ પણ નુક્સાન સાથે કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.92 ટકા ઘટાડો જોવા મળ્યો છે જ્યારે જાપાનનો નિક્કી 2.21 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગના શેરબજારમાં પણ 1.18 ટકા અને તાઈવાનના બજારમાં 1.16 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય દક્ષિણ કોરિયાનું કોસ્પી માર્કેટ પણ 2.30 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યું છે.
વૈશ્વિક બજારોનીછેલ્લી સ્થિતિ (સવારે 8.23 વાગે અપડેટ)
Index | Chg. | Chg. % |
Dow Jones | -486.27 | -1.62% |
S&P 500 | -64.76 | -1.72% |
Nasdaq | -198.88 | -1.80% |
Small Cap 2000 | -46.14 | -2.68% |
S&P 500 VIX | 2.57 | 9.40% |
S&P/TSX | -521.7 | -2.75% |
Bovespa | -2,354 | -2.06% |
S&P/BMV IPC | -928.98 | -2.01% |
DAX | -247.44 | -1.97% |
FTSE 100 | -140.92 | -1.97% |
CAC 40 | -135.09 | -2.28% |
Euro Stoxx 50 | -78.54 | -2.29% |
AEX | -18.12 | -2.76% |
IBEX 35 | -191.2 | -2.46% |
FTSE MIB | -732.56 | -3.36% |
SMI | -159.87 | -1.55% |
PSI | -191.19 | -3.37% |
BEL 20 | -78.16 | -2.23% |
ATX | -101.74 | -3.59% |
OMXS30 | -19.95 | -1.09% |
OMXC25 | -25.61 | -1.73% |
MOEX | -101 | -4.61% |
RTSI | -32.8 | -2.79% |
WIG20 | -60.41 | -3.98% |
Budapest SE | -891.3 | -2.25% |
BIST 100 | -13.66 | -0.41% |
TA 35 | -21.97 | -1.13% |
Tadawul All Share | -299.71 | -2.62% |
Nikkei 225 | -603.83 | -2.22% |
S&P/ASX 200 | -94.2 | -1.43% |
DJ New Zealand | 1.18 | 0.39% |
Shanghai | 10.86 | 0.35% |
SZSE Component | 42.42 | 0.39% |
China A50 | 86.99 | 0.67% |
DJ Shanghai | -0.42 | -0.10% |
Hang Seng | 75.73 | 0.42% |
Taiwan Weighted | -238.66 | -1.69% |
SET | -13.58 | -0.83% |
KOSPI | -52.58 | -2.30% |
IDX Composite | -126.49 | -1.76% |
Nifty 50 | -302.45 | -1.72% |
BSE Sensex | -1,020.80 | -1.73% |
PSEi Composite | -42.17 | -0.67% |
Karachi 100 | -307.74 | -0.75% |
VN 30 | -21.29 | -1.75% |
CSE All-Share | -36.39 | -0.36% |