ભારતીય શેરબજાર(Share Market) આજે લીલા નિશાન ઉપર ખુલવાની ધારણા છે. SGX નિફ્ટીના વલણો ભારતમાં 218 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે ગેપ-અપ ઓપનિંગ સૂચવે છે. ગુરુવારે BSE સેન્સેક્સ 390 પોઈન્ટ ઘટીને 57,235 પર જ્યારે નિફ્ટી50.109 પોઈન્ટ ઘટીને 17,014 પર પહોંચી ગયો હતો.પીવટ ચાર્ટ મુજબ, નિફ્ટી માટે મુખ્ય સપોર્ટ લેવલ 16,943 અને ત્યારબાદ 16,872 પર મૂકવામાં આવ્યું છે. જો ઇન્ડેક્સ ઉપર જાય છે તો મુખ્ય પ્રતિકાર સ્તરો 17,099 અને 17,183 છે. અમેરિકાના બજારમાં ટેકનિકલ સપોર્ટ અને ટૂંકા જોખમોને આવરી લેતા રોકાણકારોએ દિવસની શરૂઆતમાં વેચવાલીમાંથી રિકવરી કરી હતી.
વૈશ્વિક બજારમાંથી સારા સંકેત મળી રહ્યા છે. ગુરુવારે અમેરિકી બજારો ઉછળ્યા હતા.ડાઓ જોન્સ 827 પોઈન્ટ વધીને 30,039 પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેક 232 પોઈન્ટના વધારા સાથે 10649 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 પણ 2.6% વધ્યો. SGX નિફ્ટી 250 પોઈન્ટના ઉછાળા સાથે 17200ની ઉપર છે. અમેરિકામાં સપ્ટેમ્બર મહિનામાં ફુગાવાનો દર 8.2 ટકા રહ્યો હતો. ઓગસ્ટની સરખામણીમાં મોંઘવારી દર 0.4 ટકા વધ્યો છે. ડૉલર ઇન્ડેક્સ નબળો પડ્યો છે. તે 114 થી 112.40 સુધી સરકી ગયો છે. યુએસ 10-વર્ષની બોન્ડ યીલ્ડ 4.10 ટકાથી ઘટીને 3.95 ટકા થઈ છે. ક્રૂડ ઓઈલની કિંમત 2.4% વધીને 94.64 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.
Name | Last | Chg% | Chg |
Dow Jones | 30,038.72 | 2.83% | 827.87 |
S&P 500 | 3,669.91 | 2.60% | 92.88 |
Nasdaq | 10,649.15 | 2.23% | 232.05 |
S&P 500 VIX | 31.94 | -0.03% | -0.01 |
TR Canada 50 | 310.05 | 2.45% | 7.4 |
Bovespa | 114,300 | -0.46% | -527 |
DAX | 12,355.58 | 1.51% | 183.32 |
FTSE 100 | 6,850.27 | 0.35% | 24.12 |
CAC 40 | 5,879.19 | 1.04% | 60.72 |
Euro Stoxx 50 | 3,362.40 | 0.93% | 30.87 |
Tadawul All Share | 11,421.78 | -1.12% | -129.56 |
Nikkei 225 | 27,093.50 | 3.26% | 856.08 |
DJ New Zealand | 288.84 | 0.75% | 2.15 |
Shanghai | 3,057.48 | 1.36% | 41.13 |
Hang Seng | 16,889.00 | 3.05% | 499.89 |
Taiwan Weighted | 13,157.80 | 2.71% | 347.07 |
SET | 1,560.78 | -0.12% | -1.9 |
KOSPI | 2,217.37 | 2.52% | 54.5 |
Karachi 100 | 42,007.14 | -0.35% | -148.34 |
CSE All-Share | 9,148.55 | 1.88% | 168.64 |
ગુરુવારે વીકલી એક્સપાયરીનાં દિવસે ભારતીય શેરબજારોમાં લાલ રંગ જોવા મળ્યો હતો. બંને બેન્ચમાર્ક સૂચકાંકો ઘટ્યા હતા. બજારમાં રોકાણકારોના ડરનું એક મુખ્ય કારણ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકના ડેટામાં વધારો હતો. સીપીઆઈના ડેટા મુજબ ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો વધુ રહ્યો છે. આ સિવાય અમેરિકાથી આવતા ફુગાવાના ડેટાના અનુમાન, ક્રૂડ ઓઈલમાં વોલેટિલિટી અને વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ પણ રોકાણકારોને ડરાવી રહ્યો છે.
13 ઓક્ટોબરે BSE સેન્સેક્સ 390.58 પોઈન્ટ (0.68 ટકા) ઘટીને 57,235.33 પર બંધ થયો હતો. નિફ્ટી 50 109.30 પોઈન્ટ (0.64 ટકા) ઘટીને 17,014.30 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 494.55 પોઈન્ટ (1.26 ટકા) ઘટીને 38,624.00 પર બંધ થયો હતો.