OXYGEN ઉત્પાદક આ કંપની સાથે કરાર કરવા કંપનીઓની કતાર પડી રહી છે, એક વર્ષમાં રોકાણકારોને 245% વળતર આપ્યું

દેશ હાલમાં ઓક્સિજનની કટોકટીથી ઝઝૂમી રહ્યો છે. આ ઉણપને પહોંચી વળવા સરકારે કસ્ટમ ડ્યુટી માફ કરવાનો નિર્ણય કર્યો છે.

  • Ankit Modi
  • Published On - 13:44 PM, 25 Apr 2021
OXYGEN ઉત્પાદક આ કંપની સાથે કરાર કરવા કંપનીઓની કતાર પડી રહી છે, એક વર્ષમાં રોકાણકારોને 245% વળતર આપ્યું
LINDE INDIA

દેશ હાલમાં ઓક્સિજનની કટોકટીથી ઝઝૂમી રહ્યો છે. આ ઉણપને પહોંચી વળવા સરકારે કસ્ટમ ડ્યુટી માફ કરવાનો નિર્ણય કર્યો છે. દેશના કોર્પોરેટ પણ આ ઉમદા હેતુમાં સરકારની પડખે દેખાયા છે. મોટી કંપનીઓ ઔદ્યોગિક ઓક્સિજનને મેડિકલ ઓક્સિજનમાં પરિવર્તિત કરીને હોસ્પિટલો અને રાજ્ય સરકારોને મદદ કરી રહી છે. લિન્ડે ઈન્ડિયા (Linde India)ઔદ્યોગિક ગેસ ઉત્પાદન ક્ષેત્રે દેશની અગ્રણી કંપની છે અને તેને ITC અને TCS જેવી કંપનીઓ પાસેથી કરાર પ્રાપ્ત થયો છે.

કોર્પોરેટરો જે રીતે આગળ આવી રહ્યા છે તેવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં તેને વધુ ઘણા કરાર મળશે. આવી સ્થિતિમાં સોમવારે શેર બજાર ખુલશે ત્યારે આ કંપનીના શેરમાં ઉછાળો આવે તેવી સંભાવના છે. આ કંપનીની આર્થિકરીતે પણ ખૂબ મજબૂત છે. કોરોના સંકટ વચ્ચે છેલ્લા ત્રણ મહિનામાં આ કંપનીએ 102 ટકા અને એક વર્ષમાં 245 ટકા રિટર્ન આપ્યું છે. આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 1866 ના સ્તરે બંધ રહ્યો હતો. 52 અઠવાડિયા માટેનું ઉચ્ચતમ સ્તર 2074 રૂપિયા છે. લઘુત્તમ સ્તર 485 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 15911 કરોડ રૂપિયા છે.

ITCને 24 કન્ટેનરની જરૂર છે
ITC ગ્રૂપે શનિવારે જણાવ્યું હતું કે તેણે લિન્ડે ઈન્ડિયા લિમિટેડ સાથે કરાર કર્યો છે જે અંતર્ગત મેડિકલ ઓક્સિજનના પરિવહન માટે 24 ક્રાયોજેનિક કન્ટેનર આયાત કરવામાં આવશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે “આઈટીસી લિમિટેડે એશિયાઈ દેશોના 24 ક્રાયોજેનિક કન્ટેનર મોકલવા માટે લિન્ડે ઈન્ડિયા લિમિટેડ સાથે જોડાણ કર્યું છે જેમાં પ્રત્યેકની 20 ટનની ક્ષમતા છે અને તે દેશભરમાં તબીબી ઓક્સિજન તરીકે ઉપયોગમાં લેવાય છે. આનો ડિલિવરી માટે ઉપયોગ કરવામાં આવશે.

TATA GROUP એ પણ કરાર કર્યા
ટાટા ગ્રૂપે 24 ક્રિઓજેનિક કન્ટેનર માટે લિન્ડે ઇન્ડિયા સાથે કરાર કર્યા છે. તે દરેક કન્ટેનર માટે 20 ટન પ્રવાહીની ક્ષમતા ધરાવે છે. આ કન્ટેનરનો ઉપયોગ દૂરના વિસ્તારમાં ઓક્સિજન સ્ટોરેજ તરીકે પણ થઈ શકે છે. રિલાયન્સ, ટાટા સ્ટીલ, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ જેવી કંપનીઓ અત્યારે જુદી જુદી હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરી રહી છે.