Anil Ambaniએ દેવું ઘટાડવા નવી યોજના બનાવી, Reliance Power માટે 1325 કરોડ રૂપિયા ઉભા કરવા આ પગલું ભરાશે

દેવાના ડુંગર તળે બાળાયેલી અનિલ અંબાણી(Anil Ambani)ની રિલાયન્સ પાવર(Reliance power) લિમિટેડના બોર્ડે તેની પ્રમોટર કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (reliance infrastructure)લિમિટેડને કુલ રૂ 1,325 કરોડમાં 59.5 કરોડ પ્રેફરેન્શિયલ શેર અને 73 કરોડના વોરંટ જારી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

  • Publish Date - 8:17 am, Tue, 15 June 21
Anil Ambaniએ દેવું ઘટાડવા નવી યોજના બનાવી, Reliance Power માટે 1325 કરોડ રૂપિયા ઉભા કરવા આ પગલું ભરાશે
Anil Ambani

દેવાના ડુંગર તળે બાળાયેલી અનિલ અંબાણી(Anil Ambani)ની રિલાયન્સ પાવર(Reliance power) લિમિટેડના બોર્ડે તેની પ્રમોટર કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (reliance infrastructure)લિમિટેડને કુલ રૂ 1,325 કરોડમાં 59.5 કરોડ પ્રેફરેન્શિયલ શેર અને 73 કરોડના વોરંટ જારી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રિલાયન્સ પાવરે શેર માર્કેટને આ માહિતી આપી હતી.prefre

રિલાયન્સ પાવરે જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેકટર્સે લિસ્ટેડ કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર(reliance infrastructure)ને 10 રૂપિયાના ઇશ્યૂ પ્રાઈઝ પર પ્રાધાન્ય ધોરણે 59.5 કરોડ ઇક્વિટી શેર અને 73 કરોડ સુધીના વોરંટ ઇશ્યૂ કરવાની મંજૂરી આપી છે.

રિલાયન્સ પાવરનું દેવું ઘટશે
શેરબજારને અપાયેલી માહિતી અનુસાર આનાથી રિલાયન્સ પાવરનું દેવું 1,325 કરોડ રૂપિયા ઘટશે. રિલાયન્સ પાવરની કુલ લોન વર્ષ 2021-22માં 3,200 કરોડ રૂપિયા ઘટશે. નવા શેર ઇશ્યૂ થયા પછી રિલાયન્સ પાવરમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય પ્રમોટરો 25 ટકા અને વોરંટ \ શેરમાં ફેરવાયા પછી 38 ટકા હિસ્સો ધરાવશે.

કંપની ખોટમાંથી નફામાં આવી
રિલાયન્સ પાવરએ માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ 72.56 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો હતો. કંપનીએ માર્ચ 2020 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ 4,206.38 કરોડનું એકીકૃત ચોખ્ખું નુકસાન કર્યું હતું. અનિલ અંબાણી અને રિલાયન્સ ઇન્ફ્રાના સીઇઓ માટે મોટી રાહત છે કે કંપની 4,206 કરોડની ખોટમાંથી બહાર આવ્યા બાદ 72 કરોડનો નફો બતાવી રહી છે. રિલાયન્સ પાવર આ સમયગાળા દરમિયાન નફાની સાથે આવકમાં પણ વધારો થયો છે. ચાલુ વર્ષે માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 1,691.19 કરોડ રૂપિયા હતી. એક વર્ષ અગાઉ સમાન ગાળામાં તેણે રૂ 1,902.03 કરોડની આવક બતાવી હતી.

નાણાકીય વર્ષ 2020-21માં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો રૂ 228.63 કરોડ રહ્યો છે, જે 2019-20માં રૂ 4,076.59 કરોડ હતો. વર્ષ 2020-21માં કંપનીની કુલ આવક 8,388.60 કરોડ રૂપિયા હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 8,202.41 કરોડ હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati