શેરબજારમાં નરમાશ વચ્ચે આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ, નવી સર્વોચ્ચ સપાટી નોંધાવનાર આ સ્ટોક છે તમારા પોર્ટફોલિયોમાં?

આજના વેપારમાં ITC એ એક દિવસની સર્વોચ્ચ સપાટી 316.65 બનાવી છે જે શેરનું વર્ષનું સર્વોચ્ચ સ્તર પણ છે. આ વર્ષે સ્ટોક 204.5ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ધારણા કરતા સારા પરિણામો બાદ શેરમાં આ વધારો જોવા મળ્યો છે.

શેરબજારમાં નરમાશ વચ્ચે આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ, નવી સર્વોચ્ચ સપાટી નોંધાવનાર આ સ્ટોક છે તમારા પોર્ટફોલિયોમાં?
Stock hits new high of the year
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Aug 02, 2022 | 12:18 PM

શેરબજાર(Share Market)માં કારોબાર દરમિયાન આજે નબળાઈ જોવા મળી રહી છે. નિફ્ટી પ્રથમ કલાકમાં 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 17250ના સ્તરની નીચે આવી ગયો હતો બીજી તરફ સેન્સેક્સમાં પણ 300થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, દબાણ વચ્ચે સ્ટોક સ્પેસિફિક બાઇંગ યથાવત્ છે અને આજના ઘટાડા વચ્ચે પણ મજબૂત પ્રદર્શન કરતી કંપનીઓના શેરો લાભ નોંધાવી રહ્યા છે. આવો એક સ્ટોક ITCનો(ITC Share Price Today) છે. શેરે આજના ટ્રેડિંગની શરૂઆતમાં વર્ષની નવી ઊંચી સપાટી બનાવી છે. સારા પરિણામો પછી બ્રોકરેજ હાઉસ શેર વિશે સકારાત્મક છે અને એવી અપેક્ષા છે કે તે વધુ લાભો જોશે.

ITC Share Price  309.45  +1.95 (0.63%)  – બપોરે 12.09 
Open 310
High 316.65
Low 308.2
Mkt cap 3.83LCr
P/E ratio 25.01
Div yield 3.72%
CDP score A-
52-wk high 316.65
52-wk low 204.35

ITC સ્ટોક ક્યાં પહોંચ્યો?

આજના વેપારમાં ITC એ એક દિવસની સર્વોચ્ચ સપાટી 316.65 બનાવી છે જે શેરનું વર્ષનું સર્વોચ્ચ સ્તર પણ છે. આ વર્ષે સ્ટોક 204.5ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ધારણા કરતા સારા પરિણામો બાદ શેરમાં આ વધારો જોવા મળ્યો છે. 1 ઓગસ્ટના રોજ જાહેર થયેલા પરિણામો અનુસાર એકીકૃત ધોરણે કંપનીનો નફો પાછલા વર્ષની સરખામણીમાં 33 ટકા વધીને રૂ. 4462 કરોડ થયો છે. કંપનીના આ પરિણામો બજારની અપેક્ષા કરતા સારા રહ્યા છે. એક  સર્વેમાં 4050 કરોડ રૂપિયાનો નફો અંદાજવામાં આવ્યો હતો. આ સાથે કંપનીની આવક 39 ટકા વધીને 19831 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. આ આંકડાઓ બાદ શેરમાં ખરીદી જોવા મળી રહી છે.

વધુ વૃદ્ધિની આગાહી 

પરિણામો પછી બ્રોકરેજ હાઉસમાંથી સ્ટોકનું પુન: રેટિંગ શક્ય છે. હાલમાં મોર્ગન સ્ટેન્લી, CLSA, મોતીલાલ ઓસ્વાલ અને શેખર ખાન સ્ટોક પર હકારાત્મક છે અને સ્ટોકમાં રોકાણની સલાહ છે, બ્રોકરેજ હાઉસે હાલમાં સ્ટોકમાં 330 થી 350 નો ટાર્ગેટ આપ્યો છે. જો સ્ટોકમાં આ ગ્રોથ ચાલુ રહેશે તો સ્ટોક જલ્દી જ આ લક્ષ્યાંક હાંસલ કરી શકે છે.

નોંધ : અહેવાલનો હેતુ આપને માત્ર માહિતી આપવાનો છે. કૃપા કરીને રોકાણ કરતા પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.શેરબજારમાં રોકાણના પોતાના જોખમો છે. તમારા રોકાણનો નિર્ણય સમજદારીથી લેવો જોઈએ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati