અદાણી ગ્રુપ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ -NSE એ ગુરુવારે અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓને એડિશનલ સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક -ASMમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. અદાણી ગ્રુપની આ 3 કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે.પાછળ મહત્વનું કારણ જવાબદાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.સ્ટોકને ASM માં મૂકવાનો અર્થ એ છે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે પણ 100% અપફ્રન્ટ માર્જિન જરૂરી રહેશે. આવો સમજીએ નેશનલ સ્ટોક એક્સચેન્જના આ નિર્ણયની રોકાણકારો અને ટ્રેડિંગ ઉપર શું અસર પડશે?
સ્ટોકને ASM માં મૂકવાનો અર્થ એ છે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે પણ 100% અપફ્રન્ટ માર્જિન જરૂરી રહેશે. આ નિર્ણયથી શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર થોડો અંકુશ આવશે. આ પગલા પાછળનું સૌથી મોટું કારણ અદાણી ગ્રુપના શેરમાં વોલેટિલિટી ઘટાડવાનું છે. હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ આ શેરો પર તેની દેખરેખ વધારશે. આ નવો નિયમ આજે શુક્રવાર 3 ફેબ્રુઆરી, 2023 થી અમલમાં આવ્યો છે.
ASM ફ્રેમવર્ક વિશે NSE એ તેની સત્તાવાર વેબસાઇટ પર માહિતી આપી છે કે કિંમત, વોલ્યુમની વિવિધતા, સ્ટોકની વધઘટને મોનિટર કરવા માટે વધારાના સર્વેલન્સ મેઝર્સ -ASM દાખલ કરવામાં આવ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જે એમ પણ કહ્યું હતું કે ASM હેઠળ સિક્યોરિટીઝનું શોર્ટલિસ્ટિંગ મોનિટરિંગ માટે છે અને તેને સંબંધિત એન્ટિટી સામેની કાર્યવાહી તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં.
તાજેતરમાં સામે આવેલા હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પછી સ્ટોક એક્સચેન્જે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે આના કારણે અદાણી જૂથને 100 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ગ્રૂપે બુધવારે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર -FPO યોજના પાછી ખેંચી લીધી છે. આ પછી ગૌતમ અદાણી પોતે સામે આવ્યા છે અને રોકાણકારોને સમજાવવા પ્રયત્ન કર્યો છે. અદાણીએ એફપીઓ પાછો ખેંચવાનું કારણ પણ આપ્યું છે. રૂપિયા 20,000 કરોડનો આ FPO 27 જાન્યુઆરીએ સબ્સ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા પછી 31 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યો હતો.