STOCK UPDATE :આજે પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા અને ફાઈનાન્સ સર્વિસના શેરોમાં ખરીદારી જોવા મળી છે જ્યારે ઑટો, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી છે.દિવસના કારોબારના અંતે 52 ટકા શેર તૂટ્યા જયારે ૪૮ ટકા શેરની કિંમતમાં વધારો દર્જ થયો છે.
આજના કારોબારમાં સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.85 ટકા ઘટીને 19,428.46 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.28 ટકાની નબળાઈની સાથે 19,095.11 પર બંધ થયા છે. દિવસના અંતે સેન્સેક્સ 117.34 અંક એટલે કે 0.23 ટકાની મજબૂતીની સાથે 50731.63 ના સ્તર પર બંધ થયો હતો અને નિફ્ટી 32.50 અંક મુજબ 0.22 ટકાની વધારાની સાથે 14928.20 ના સ્તર પર બંધ થયા હતા.
આજના કારોબારની હાઇલાઇટ્સ આ મુજબ રહી હતી. >> શેરબજારમાં 3,128 શેરોમાં વેપાર થયો હતો >> 1,325 શેરોમાં સુધારો અને 1,651 નો ઘટાડો થયો છે. >> આજે 204 શેરોમાં લોઅર સર્કિટ દર્જ કરી છે. >> BSE માં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને 200.33 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આજના કારોબારમાં ક્યા શેરમાં વૃદ્ધિ અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર દિગ્ગજ શેર વધ્યા : એસબીઆઈ, ટાટા સ્ટીલ, ડિવિઝ લેબ, કોટક મહિન્દ્રા બેન્ક અને ડૉ.રેડ્ડીઝ ઘટયા : એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, યુપીએલ, મારૂતિ સુઝુકી અને કોલ ઈન્ડિયા
મિડકેપ શેર વધ્યા : આદિત્ય બિરલા ફેશન, ગોદરેજ પ્રોપર્ટી, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન એરોન અને બેન્ક ઑફ ઈન્ડિયા ઘટ્યા : ઝિ એન્ટરટેન, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, ટીવીએસ મોટર, એલએન્ડટી ઈન્ફોટેક અને આઈડીબીઆઈ બેન્ક
સ્મૉલકેપ શેર વધ્યા : બજાજ ઈલેક્ટ્રિક, પીએનબી ગિલ્ટ્સ, પેસલો ડિજિટલ, એમએસટીસી અને મહિન્દ્રા લાઈફ ઘટયા : દિયામાઈન્સ કેમિકલ્સ, ઈન્ડો કાઉન્ટ, કેએનઆર કંસ્ટ્રક્ટ, ચંબલ ફર્ટિલાઈઝર અને બટર ફ્લાય