Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

આજે સ્મોલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.38 ટકાની મજબૂતીની સાથે દેખાયો છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ અડધા ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 10:45 AM

ભારતીય શેરબજારમાં આજે પપ્રારંભિક તેજી દેખાઈ રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 53000 ઉપર પહોંચ્યો છે જયારે નિફટી 1600 ના પડાવને પાર કરવા તરફ આગળ વધી રહ્યો છે. આઈટી, પીએસયુ બેંક અને ફાઇનાન્સિયલ સર્વિસીસ શેરનો બજારને મજબૂતીથી ટેકો મળી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી એનર્જી અને ઓટો ઇન્ડેક્સમાં નોંધપાત્ર નબળાઇ દર્જ થઇ છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ 53,084 પોઇન્ટની ટોચ પર પહોંચી ગયો હતો તો કારોબાર દરમિયાન નિફ્ટી પણ 15,902 ની ઉપલી સપાટી નોંધાવી છે.

આજે બજારની તેજી સાથે શરુઆત થઈ હતી . સેન્સેક્સ 64 અંકની મજબૂતી સાથે 52,968 પર ખુલ્યો હતો જયારે નિફ્ટી 15,872 પર ખુલ્યો હતો જેને 20 પોઇન્ટ વધારા સાથે શરૂઆત કરી હતી. આ અગાઉ છેલ્લા સત્રમાં બુધવારે શેરબજારમાં મજબૂતીનું વલણ રહ્યો હતો. સેન્સેક્સ 134.32 પોઇન્ટ વધીને 52,904.05 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી 41.60 પોઇન્ટ ઉછાળા સાથે 15,853.95 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

આજે સ્મોલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.38 ટકાની મજબૂતીની સાથે દેખાયો છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ અડધા ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. આજે રિયલ્ટી 0.45%, આઈટી 0.31%, પીએસયુ બેન્ક 0.25%, ફાર્મા 0.13%, એફએમસીજી 0.11%, મેટલ 0.02% અને ફાઈનાન્શિયલ સર્વિસ 0.08% વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જયારે ઑટો અને પ્રાઈવેટ બેન્કમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

લાર્જકેપ વધારો : એલએન્ડટી, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચડીએફસી લાઈફ અને એમએન્ડએમ ઘટાડો : ઓએનજીસી, ટાઈટન, એશિયન પેંટ્સ, એચડીએફસી, આઈટીસી અને કોલઈન્ડિયા

મિડકેપ વધારો : આઈજીએલ, કેનેરા બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા, રાજેશ એક્સપોર્ટ્સ અને વોલ્ટાસ ઘટાડો : અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, મેક્સ ફાઈનાન્શિયલ, નેટકો ફાર્મા અને ઈન્ડિયન હોટલ્સ

સ્મૉલકેપ વધારો : નેલ્કો, ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્વરાજ એન્જીનયર્સ, હેલ્થકેર ગ્લોબલ અને એમએસટીસી ઘટાડો : બેન્કો પ્રોડક્ટ્સ, તમિલ ન્યુઝપ્રિન્ટ, અદાણી ટોટલ ગેસ, રિલાયન્સ કેપિટલ અને સેલન એક્સપ્લોર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">