STOCK UPDATE : કરો એક નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

આજે શરૂઆતી વેપારમાં ફાર્મા , મેટલ , ઑટો , ફાઈનાન્શિયલ સર્વિસ , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી અને પીએસયુ બેન્કમાં સારી સ્થિતિ જોવા મળી છે

STOCK UPDATE : કરો એક નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર - ચઢાવ ઉપર
Stock Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 10:18 AM

ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે. સેન્સેક્સ આજે 60 પોઇન્ટના ઉછાળા સાથે 52,919 પર ખુલ્યો હતો જયારે નિફટીમાં ફ્લેટ શરૂઆત થઇ હતી. નિફટીએ 15819 ના સ્તરે વેપાર શરૂ કર્યો હતો જોકે બાદમાં બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે સરકી ગયા હતા અને ગણતરીના સમયમાં ફરી રિકવરી પણ દેખાઈ હતી.

આ અગાઉના છેલ્લા કારોબારમાં મંગળવારે સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 52,861 પોઇન્ટ પર બંધ થયો હતો જયારે નિફ્ટીએ 15,818 પોઇન્ટ પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજે શરૂઆતમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાયું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકાની મજબૂતીની સાથે દેખાયો જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.26 ટકા વધીને કારોબાર કરતો જોવા મળ્યો હતો.

આજે ફાર્મા , મેટલ , ઑટો , ફાઈનાન્શિયલ સર્વિસ , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી અને પીએસયુ બેન્કમાં સારી સ્થિતિ જોવા મળી જયારે એફએમસીજી અને આઈટીમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. એક નજર શરૂઆતી કારોબારમાં વધારા અને ઘટાડા સાથે કારોબાર કરી રહેલા શેર્સ ઉપર

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

લાર્જ કેપ વધારો : યુપીએલ, એચડીએફસી, એશિયન પેંટ્સ, પાવર ગ્રિડ, બજાજ ફાઈનાન્સ અને આઈશર મોટર્સ ઘટાડો : ઓએનજીસી, ટાઈટન, ટાટા મોટર્સ, એમએન્ડએમ, એચયુએલ અને અલ્ટ્રા સિમેન્ટ

મિડકેપ વધારો : મોતિલાલ ઓસવાલ, ભારત ફોર્જ, રાજેશ એક્સપોર્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટી અને કંસાઈ નેરોલેક ઘટાડો : અદાણી ટ્રાન્સફર, અદાણી ગ્રીન, અદાણી પાવર, ઑયલ ઈન્ડિયા અને પેજ ઈન્ડસ્ટ્રીઝ

સ્મૉલકેપ વધારો : સ્ટાર પેપર, શેસ્યી પેપર, ઓરિએન્ટ પેપર, શોભા અને એસ્ટ્રોન પેપર ઘટાડો : એચએફસીએલ, અદાણી ટોટલ ગેસ, ઉત્તમ શુગર, રેમ્કીઝ ઈન્ફ્રા અને શ્રી રેણુકા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">