Stock Update : શેરબજારના પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે શેર્સમાં કેવી રહી હલચલ? જાણો અહેવાલ દ્વારા

Stock Update : શેરબજારના પ્રારંભિક ઉતાર - ચઢાવ વચ્ચે શેર્સમાં કેવી રહી હલચલ? જાણો અહેવાલ દ્વારા
Dalal Street

BSE પર 2,512 શેર ટ્રેડ થઈ રહ્યા છે જેમાં 611 શેર લાભ સાથે અને 1,819 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 267 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Oct 20, 2021 | 9:43 AM

Stock Update : આજે શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું જોકે બાદમાં લાલ નિશાન નીચે સરકી ગયું ગયું હતું . સેન્સેક્સ 61,800 અને નિફ્ટી 18,439 પોઇન્ટ પર ખુલ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરો ઘટાડામાં છે અને 10 શેરમાં ખરીદી દેખાઈ રહી છે. ટાટા સ્ટીલ અને બજાજ ઓટોમાં 1% થી વધુ નબળાઈ છે. ઇન્ફોસિસ અને નેસ્લે ઇન્ડિયાના શેર્સ અડધા ટકા ઉપર છે.

BSE પર 2,512 શેર ટ્રેડ થઈ રહ્યા છે જેમાં 611 શેર લાભ સાથે અને 1,819 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 267 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે. અગાઉ મંગળવારે સેન્સેક્સ 50 અંક અથવા 0.08%ઘટીને 61,716 અને નિફ્ટી 58 અંક એટલે કે 0.32%ઘટીને 18,418 પર બંધ થયો હતો.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં નબળાઈ દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં ઘટડા સાથે કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટીમાં પણ નરમાશ દેખાઈ રહી છે.

ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે. એક નજર બજારના ઉતાર – ચઢાવ વચ્ચે શેર્સની હલચલ ઉપર કરો

લાર્જકેપ ઘટાડો : કોલ ઈન્ડિયા, હિંડાલ્કો, આઈશર મોટર્સ, યુપીએલ, હિરો મોટોકૉર્પ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને ઈન્ડસઈન્ડ બેન્ક વધારો : નેસ્લે ઈન્ડિયા, બ્રિટાનિયા, ભારતી એરટેલ, ડિવિઝ લેબ્સ, એચયુએલ, ઈન્ફોસિસ અને એલએન્ડટી

મિડકેપ ઘટાડો : આઈઆરસીટીસી, અદાણી પાવર, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ક્રિસિલ અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ વધારો : આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ઈન્ડિયન હોટેલ્સ, એસીસી, કંટેનર કૉર્પ અને ઝિ એન્ટરટેન

સ્મોલકેપ ઘટાડો : માસ્ટેક, દિપક નાઈટરાઈટ, આઈઈએક્સ, નવિન ફ્લોરાઈન અને 5પૈસા કેપિટલ વધારો : જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ, એનએક્સટી ડિજિટલ, બારબીક્યુ, બટરફ્લાય અને એમપીએસ

નોમુરાએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રેટિંગને ડાઉનગ્રેડ કર્યું નોમુરાએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ડાઉનગ્રેડ કર્યા છે. નોમુરાએ કહ્યું કે તેનો સ્ટોક મોંઘા સ્તરે છે. જોકે, રિલાયન્સનો શેર મંગળવારે રૂ. 2,750 ની એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. નોમુરા હોલ્ડિંગ્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘BUY’ થી ઘટાડીને ‘Nutral’ કર્યું છે. ટેલિકોમ ટેરિફ વધારવામાં વિલંબ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના મૂલ્યાંકનમાં જબરદસ્તવધારાને કારણે તેનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે રિલાયન્સના મુખ્ય વ્યવસાયોનો અંદાજ સુધર્યો છે પરંતુ તાજેતરના શેરમાં થયેલા વધારાને કારણે તેનું મૂલ્યાંકન નોંધપાત્ર રીતે વધ્યું છે.

આ પણ વાંચો : Share Market : મજબૂત વૈશ્વિક સંકેત છતાં શેરબજારની નરમ શરૂઆત, Sensex 61500 નીચે સરક્યો

આ પણ વાંચો : Mukesh Ambani ની કંપનીનો શેર સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છતાં Reliance નું રેટિંગ ઘટાડાયું? જાણો શું છે કારણ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati