
Stock Tips : ઘટતા બજારમાં પણ નાના શેરો અજાયબી કરી રહ્યા છે. બી ગ્રૂપનો શેર રાજદર્શન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Rajdarshan Industries Ltd)નો શેર(Stock) બુધવારે શરૂઆતના વેપારમાંજ અપર સર્કિટને અથડાયો હતો. સોમવારે તે રૂપિયા 43.71 પર બંધ થયો હતો અને બુધવારે રૂપિયા 50.70 પર ખૂલ્યો હતો અને રૂપિયા 53.45 પર બંધ થયો હતો.
Rajdarshan Industries Ltd ના શેરે બુધવારે ખુલતાની સાથે જ 20 ટકાની અપર સર્કિટ(Rajdarshan Industries Ltd Upper Circuit)ને સ્પર્શીને રૂ. 52.45 સુધી પહોંચી ગયા હતા. અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ તે 43.71 રૂપિયાની અપર સર્કિટ પર પહોંચ્યો હતો.
છેલ્લા એક મહિનામાં આ શેરે 56 ટકાથી વધુ વળતર આપ્યું છે. જ્યારે છેલ્લા છ મહિનામાં 65 ટકાનો ઉછાળો નોંધાયો છે. જો કે આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં માત્ર 29 ટકાનો જ વધારો થયો છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં તે રૂ. 9.45 થી 463 ટકા ઉછળીને આ સ્તરે પહોંચવામાં સફળ રહી છે.
આ પણ વાંચો : IPO : ચાલુ મહિને આ 4 કંપનીઓનું લિસ્ટિંગ થશે, જાણો ગ્રે માર્કેટના સંકેત સહિતની વિગતવાર માહિતી
છેલ્લા પાંચ દિવસમાં આ શેરે રોકાણકારોને 54.80% વળતર આપ્યું છે. 13 સપ્ટેમ્બરે રાજદર્શન ઇન્ડસ્ટ્રી લિમિટેડનો આ શેર રૂ. 34.40 પર બંધ થયો હતો. જેમાં 54.80% નો વધારો નોંધાયો હતો. એક મહિના પહેલા 21 ઓગસ્ટે આ સ્ટોક રૂ. 34 પર બંધ થયો હતો. જેમાં 56.62%ના વધારા બાદ બુધવારે આ શેર રૂ. 53.25 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા છ મહિનામાં પણ આ શેરે તેના રોકાણકારોને 65.37% નું મજબૂત વળતર આપ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં 2 જાન્યુઆરીએ રાજદર્શન ઈન્ડસ્ટ્રી લિમિટેડનો શેર 41.15 રૂપિયા હતો. જેમાં ઉતાર-ચઢાવ છતાં રોકાણકારોને 29.40% વળતર મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ વળતર 51.93% નોંધાયું હતું. રાજદર્શન ઇન્ડસ્ટ્રી લિમિટેડના શેરોએ તેના રોકાણકારોને પાંચ વર્ષમાં જબરદસ્ત વળતર આપ્યું છે. જે 463.49% નોંધાયું હતું.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.