Stock Tips : બ્રોકરેજ ફર્મ દ્વારા BPCL અને GAIL સહીત 5 શેરનું રેટિંગ અપગ્રેડ કરાયું, જાણો લેટેસ્ટ ટાર્ગેટ પ્રાઇસ
Stock Tips : શેરબજાર(Share Market)માં રોકાણ માટે શેરની પસંદગી સૌથી મોટી ચિંતાનો વિષય બને છે. આજે આપણે બજારના એવા પાંચ શેરો વિશે વાત કરીશું. જેને વિશ્વની ટોચની ઇન્વેસ્ટમેન્ટ બેંક અને બ્રોકરેજ ફર્મ દ્વારા તેનું લેટેસ્ટ રેટિંગ આપવામાં આવ્યું છે. રેટિંગ આપવા ઉપરાંત બ્રોકરેજ ફર્મે સ્ટોક માટે ટાર્ગેટ પ્રાઇસ પણ નક્કી કરી છે.

Stock Tips : શેરબજાર(Share Market)માં રોકાણ માટે શેરની પસંદગી સૌથી મોટી ચિંતાનો વિષય બને છે. આજે આપણે બજારના એવા પાંચ શેરો વિશે વાત કરીશું. જેને વિશ્વની ટોચની ઇન્વેસ્ટમેન્ટ બેંક અને બ્રોકરેજ ફર્મ દ્વારા તેનું લેટેસ્ટ રેટિંગ આપવામાં આવ્યું છે. રેટિંગ આપવા ઉપરાંત બ્રોકરેજ ફર્મે સ્ટોક માટે ટાર્ગેટ પ્રાઇસ પણ નક્કી કરી છે.
જેફરીઝે BPCLને અંડરપરફોર્મ રેટિંગ આપ્યું
ટોચની બ્રોકરેજ ફર્મ જેફરીઝે ઓઇલ અને ગેસ સેક્ટરના બે સ્ટોક્સ BPCL અને GAIL India પસંદ કર્યા છે. બ્રોકરેજ ફર્મે BPCL સ્ટોક પર હોલ્ડ ટુ અંડરપર્ફોર્મનું રેટિંગ બદલ્યું છે. ટાર્ગેટ પ્રાઇસની વાત કરીએ તો તેને 425 રૂપિયાથી ઘટાડીને 310 રૂપિયા કરવામાં આવી છે.
GAIL INDIA ના સ્ટોક પર બાય રેટિંગ અપાયું
જેફરીઝે ગેઈલ ઈન્ડિયાના સ્ટોક પર લેટેસ્ટ બાય રેટિંગ આપ્યું છે. અગાઉ, બ્રોકરેજ ફર્મે આ શેરને અંડરપરફોર્મ રેટિંગ આપ્યું હતું. ટાર્ગેટ પ્રાઇસની વાત કરીએ તો તેમાં પણ વધારો થયો છે જે પહેલા રૂપિયા 105 હતો પણ હવે ટાર્ગેટ ભાવ રૂ. 136 થઇ ગયો છે. વાસ્તવમાં, બ્રોકરેજ ફર્મનું માનવું છે કે ક્રૂડ ઓઈલની વધેલી કિંમતોને કારણે આવનારા સમયમાં કંપનીઓને ફાયદો જોવા મળશે.
આ પણ વાંચો : Global Market : US FEDના નિર્ણયોની વૈશ્વિક બજારો પર માઠી અસર પડી, આજે પણ Sensex લાલ નિશાન નીચે રહેવાનો ભય
મોર્ગન સ્ટેન્લીનું HDFC BANK પર ઓવરવેઇટ રેટિંગ
ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીએ બજારના HDFC BANK ના સ્ટોક પર ઓવરવેઇટનું લેટેસ્ટ રેટિંગ આપ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ બેંકે લક્ષ્ય કિંમત તરીકે રૂ. 2110 નક્કી કર્યા છે. એચડીએફસી બેંક માટે ઇન્વેસ્ટમેન્ટ બેંક વધુમાં કહે છે કે આગામી ટૂંકા ગાળામાં અહીંના માર્જિનને અસર થઈ શકે છે.
IIFL FINANCE ના સ્ટોક પર ખરીદી માટે સલાહ
HSBC ગ્લોબલ રિસર્ચએ IIFL ફાઇનાન્સ સ્ટોક પર બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ પ્રાઇસ વિશે વાત કરીએ તો HSBC ગ્લોબલ રિસર્ચએ લગભગ રૂ. 790 આપ્યા છે.
Hindalco Industries ના સ્ટોક પર Buy રેટિંગ
બજારની ટોચની બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝના શેર પર બાય રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મે શેર પર રૂ. 545નો લક્ષ્યાંક રાખ્યો છે. તમને જણાવી દઈએ કે આ આદિત્ય બિરલા ગ્રુપની ફ્લેગશિપ કંપની છે. આ એશિયાની સૌથી મોટી એલ્યુમિનિયમ ઉત્પાદક કંપની છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.