
વર્ષ 2023 શેરબજારમાં ઊંચા વળતર સાથે સમાપ્ત થયું છે. છેલ્લા સપ્તાહમાં પણ બજારે ઘણા રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. ગત વર્ષે મજબૂત રિટર્ન આપ્યા બાદ શેરબજાર આજથી નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. બજારમાં પહેલા દિવસે ઓછી હલચલ જોવા મળી રહી છે.આજે નૂતન વર્ષ હોવાથી મોટાભાગના વૈશ્વિક બજારોમાં રજા છે.
આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 170 પોઈન્ટ ઘટીને 72,240 પર બંધ થયો હતો.છેલ્લા સપ્તાહમાં દેશની ટોચની 10 કંપનીઓમાં સમાવિષ્ટ 8 કંપનીઓના રોકાણકારો નફાકારક હતા અને રોકાણકારોની કુલ સંપત્તિમાં રૂપિયા 1.29 લાખ કરોડનો વધારો થયો હતો.
છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 72484.34ના નવા સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટીએ 21801.45ના સ્તરને સ્પર્શ કર્યો હતો.
વર્ષ 2023માં સેન્સેક્સે રોકાણકારોને 18.74 ટકા અને નિફ્ટી 50એ 20 ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન દેશની ટોચની 10 કંપનીઓમાં સામેલ 8 કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. 1,29,899 કરોડનો વધારો થયો છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, ICICI બેંક, HUL, ભારતી એરટેલ, ITC, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને LICનો સમાવેશ થાય છે. આ તમામ શેરો સપ્તાહ દરમિયાન લાભમાં રહ્યા હતા. જ્યારે ટીસીએસ અને ઈન્ફોસિસ સપ્તાહ દરમિયાન ખોટમાં રહ્યા હતા.
| Company Name | Last Closing Price | Market Capitalization ( Cr.) |
| RELIANCE INDUSTRIES LTD. | 2584.85 | 1748827.92 |
| TATA CONSULTANCY SERVICES LTD. | 3794.95 | 1388591.7 |
| HDFC Bank Ltd | 1709.65 | 1297972.04 |
| ICICI BANK LTD. | 996.45 | 698965.47 |
| INFOSYS LTD. | 1542.85 | 640351.8 |
| HINDUSTAN UNILEVER LTD. | 2663.35 | 625778.39 |
| BHARTI AIRTEL LTD. | 1032.85 | 580645.54 |
| ITC LTD. | 462.35 | 576809.77 |
| STATE BANK OF INDIA | 641.95 | 572915.46 |
| Life Insurance Corporation of India | 833.3 | 527062.06 |
Dislaimer : રોકાણમાં સ્વાભાવિક જોખમ સમાયેલું છે અને અહેવાલ માત્ર શેર વિશે માહિતી પુરી પાડે છે.અમે રોકાણ પર વળતરની કોઈ બાંયધરી આપતા નથી.રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ લેવી જરૂરી છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહીં.
આ પણ વાંચો : વર્ષ 2024 ના પ્રારંભિક સપ્તાહમાં 3 કંપનીઓ સ્ટોક સ્પ્લિટ કરશે, જાણો એક્સડેટ સહિતની માહિતી