AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં રહેશે જબરદસ્ત તેજી! FPIs એ ભારતીય બજારોમાં કર્યું 4773 કરોડ રૂપિયાનું રોકાણ

દેશના મજબૂત આર્થિક પાયા અંગે આશાવાદી FPIsએ જાન્યુઆરીના પહેલા વીકમાં શેરબજારમાં આશરે 4,800 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર FPIsએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ અથવા બોન્ડ માર્કેટમાં 4,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

શેરબજારમાં રહેશે જબરદસ્ત તેજી! FPIs એ ભારતીય બજારોમાં કર્યું 4773 કરોડ રૂપિયાનું રોકાણ
Stock Market
| Updated on: Jan 07, 2024 | 3:29 PM
Share

નવા વર્ષની શરૂઆતથી જ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે FPIs દ્વારા ભારતીય શેરબજારોમાં તેમની ખરીદી ચાલુ રાખી છે. દેશના મજબૂત આર્થિક પાયા અંગે આશાવાદી FPIsએ જાન્યુઆરીના પહેલા વીકમાં શેરબજારમાં આશરે 4,800 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર FPIsએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ અથવા બોન્ડ માર્કેટમાં 4,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

FPIs તેમની ખરીદી વધારશે

જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજય કુમારે ઈન્ડિયા ટીવીને જણાવ્યું હતું કે, વર્ષ 2024માં US માં વ્યાજદરમાં લાંબા સમય સુધી ઘટાડો થવાની ધારણા છે, જેના કારણે FPIs તેમની ખરીદી વધારશે. સામાન્ય ચૂંટણી પહેલા નવા વર્ષના પ્રારંભિક મહિનામાં FPI રોકાણ વધશે.

ભારતમાં કર્યું 4,773 કરોડ રૂપિયાનું રોકાણ

વીકે વિજય કુમારે કહ્યું કે, તે સિવાય લોન માર્કેટમાં FPI નો પ્રવાહ પણ વર્ષ 2024 માં સારો રહેવાની અપેક્ષા છે. ડેટા મૂજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને 5 જાન્યુઆરી સુધીમાં ભારતીય શેરોમાં 4,773 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે. આ પહેલા ડિસેમ્બરમાં તેઓએ 66,134 કરોડ રૂપિયા અને નવેમ્બરમાં 9,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

FPIsને ભારતીય બજારો લાગી રહ્યા છે આકર્ષક

મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઈન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, FPIsનો નવો પ્રવાહ એવા સમયે આવ્યો છે જ્યારે રોકાણકારો ગયા અઠવાડિયે ફેડરલ રિઝર્વની બેઠકની વિગતોની રાહ જોઈ રહ્યા હતા.

ફિડેલ ફોલિયોના સ્મોલકેસ મેનેજર અને સ્થાપક કિસલય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારતમાંથી સ્થાનિક રોકાણકારોનો સતત પ્રવાહ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે સારા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ડેટા, કંપનીઓના મજબૂત ત્રિમાસિક પરિણામો અને બેંકોની સારી સ્થિતિ વિદેશી રોકાણકારોને ભારતીય બજાર તરફ આકર્ષી રહી છે.

આ પણ વાંચો : બેંકમાં ફિક્સ ડિપોઝીટ કરાવતા લોકો માટે સારા સમાચાર, આ સરકારી બેંક આપશે 8 ટકાથી વધારે વ્યાજ

છેલ્લા વર્ષમાં એટલે કે 2023 માં, FPIs એ ભારતીય બજારોમાં 2.4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમાંથી 1.71 લાખ કરોડ રૂપિયાનું રોકાણ શેર્સમાં અને 68,663 કરોડ રૂપિયાનું રોકાણ ડેટ કે બોન્ડ માર્કેટમાં કરવામાં આવ્યું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">