STOCK MARKET : ઉતાર – ચઢાવ વચ્ચે SENSEX માં 300 અને NIFTY માં 86 સુધી ઘટાડો નોંધાયો

વૈશ્વિક સંકેતો સાથે સેન્સેક્સ (SENSEX ) અને નિફ્ટી (NIFTY) આજે પ્રારંભિક વધારો દર્શાવ્યા બાદ શેરબજાર (STOCK MARKET)માં ઉતાર – ચઢાવની સ્થિતિ દેખાઈ છે.

  • Ankit Modi
  • Published On - 10:02 AM, 25 Jan 2021
STOCK MARKET market softened for second day in a row, SENSEX broke 400 points
STOCK MARKET

વૈશ્વિક સંકેતો સાથે સેન્સેક્સ(SENSEX ) અને નિફ્ટી(NIFTY) આજે પ્રારંભિક વધારો દર્શાવ્યા બાદ શેરબજાર (STOCK MARKET)માં ઉતાર – ચઢાવની સ્થિતિ દેખાઈ છે. પ્રારંભિક કારોબારમાં કારોબારમાં સેન્સેક્સ 49,263.15 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,491.10 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું છે. જોકે બાદમાં વેચવાલીના પગલે સેન્સેક્સમાં 300 અને નિફ્ટીમાં 85 અંકનો ઘટાડી દેખાયો હતો.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે 9.50 વાગે)

બજાર               સૂચકઆંક                  ઘટાડો 

સેન્સેક્સ        48,558.29      −320.25 

નિફટી        14,285.45     −86.45 

સ્થાનિક બજારમાં કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામ અને અન્ય એશિયન બજારોમાં ઉછાળાની અસર દેખાઈ પણ તે જળવાઈ રહી ન હતી. SENSEX માં ટેક સિમેન્ટ ટોપ ગેઇનર છે. શેરમાં 3.47% નો વધારો થયોછે. દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 3.70૦% ની નીચે કારોબાર કરી રહ્યો છે.

આજે લાર્સન એન્ડ ટુબ્રો, કોટક મહિન્દ્રા બેંક, આરતી ડ્રગ્સ, એપીએલ એપોલો ટ્યુબ્સ, એસ્ટેક લાઇફસીન્સ, કેન ફિન હોમ્સ, ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા, નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ, આરપીજી લાઇફ સાયન્સ, શારદા ક્રોફેમ અને યુકો બેંક સહીત 41 કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે.

 

ભારતીય શેરબજારમાં પ્રારંભિક સત્રમાં આજના કારોબારમાં આ મુજબના ઉતાર – ચઢાવ નજરે પડ્યા હતા 

SENSEX
Open  49,253.68
High  49,263.15
Low   48,562.78

NIFTY
Open  14,477.80
High  14,491.10
Low   14,260.25