સતત 7 મા દિવસે શેરબજાર(stock market )માં વૃદ્ધિ દેખાઈ છે જોકે આજે ઉતાર – ચઢાવ પણ નજરે પડી રહ્યો છે. આજે SENSEX 51,606.25 ના ઉપલા સ્તરે નોંધાયો હતો જયારે આજની NIFTY ની સર્વોચ્ચ સપાટી 15,197.80 દર્જ થઇ હતી. આજની બજારની વૃદ્ધિમાં આઇટી ક્ષેત્રના શેર મોખરે છે. સેન્સેક્સમાં ઇન્ફોસીસ ટોપ ગેઈનર છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની મજબૂતી જોવા મળી હતી.
ભારતીય શેરબજારની સ્થિતિ સવારે 10 વાગે બજાર સૂચકઆંક વૃદ્ધિ સેન્સેક્સ 51,477.04 +128.27 (0.25%) નિફટી 15,160.95 +45.15 (0.30%)
સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકાની મજબૂતી જોવા મળી છે,જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.10 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.51 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.56 ટકા નબળાઈની સાથે 35,781.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
ટાટા સ્ટીલ, અદાણી બંદર, બર્જર પેઇન્ટ્સ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, રેમન્ડ, ટોરેન્ટ પાવર, લેમનટ્રી હોટલ સહીત ૨૧૮ કંપનીઓ આજે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે સોમવારે બજારની વૃદ્ધિનો સતત છઠ્ઠો દિવસ હતો. સેન્સેક્સ 617 અંક વધીને 51,348.77 પર અને નિફ્ટી 191 પોઇન્ટ વધીને 15,115.80 પર બંધ રહ્યો હતો.
ભારતીય શેરબજારના પ્રારંભિક સત્રમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડયો હતો. SENSEX Open 51,484.23 High 51,606.25 Low 51,377.70
NIFTY Open 15,164.15 High 15,197.80 Low 15,133.80