ભારે ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 750 પોઈન્ટ તુટ્યો, નિફ્ટી 17100 ની નીચે, રૂપિયો પહોચ્યો તળિયે

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bipin Prajapati

Updated on: Oct 10, 2022 | 11:15 AM

સેન્સેક્સ બેન્ચમાર્કમાં શરૂઆતના કારોબારમાં 30માંથી 30 શેર ગગડેલા જોવા મળ્યા હતા. સોમવારે ડોલર સામે રૂપિયો વધુ 32 પૈસા નબળો પડ્યો હતો અને તે 82.32ની સામે 82.64 રૂપિયા પર ખુલ્યો હતો.

ભારે ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 750 પોઈન્ટ તુટ્યો, નિફ્ટી 17100 ની નીચે, રૂપિયો પહોચ્યો તળિયે
stock market

Sensex opening bell: સોમવારે શેરબજારમાં શરૂઆતી કારોબારમાં, સેન્સેક્સ (Sensex) 767 પોઇન્ટના ઘટાડા સાથે 57424 પોઇન્ટ પર ખુલ્યો. જ્યારે, નિફ્ટીએ (nifty) 205 પોઈન્ટના ઘટાડા સાથે 17,103ના સ્તરે શરૂઆત કરી હતી. ઘટાડા સાથે ખુલેલા શેરબજારની બેન્ક, ઓટો અને મેટલ સેક્ટરના શેરમાં ભારે અસર જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે સેન્સેક્સ લગભગ 750 પોઈન્ટ સુધી તૂટી ગયો છે. નિફ્ટી પણ 200 પોઈન્ટ ઘટીને 17090 ના સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે, રૂપિયો પણ સોમવારે વધુ નબળો પડ્યો છે અને 82.64 રૂપિયાના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો છે.

સેન્સેક્સ 57424 પોઈન્ટ પર ખુલ્યો

સોમવારે બજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 767 પોઇન્ટના ઘટાડા સાથે 57424 પોઇન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીએ 205 પોઈન્ટના ઘટાડા સાથે 17,103ના સ્તરે શરૂઆત કરી હતી. બજારમાં બેન્ક, ઓટો અને મેટલ સેક્ટરના શેરમાં નબળાઈ જોવા મળી હતી. સેન્સેક્સ બેન્ચમાર્કમાં શરૂઆતના કારોબારમાં 30માંથી 30 શેર લાલ રંગ સાથે જોવા મળ્યા હતા.

ડોલર સામે રૂપિયો 32 પૈસા વધુ તૂટ્યો

સોમવારે ડોલર સામે રૂપિયો વધુ 32 પૈસા નબળો પડ્યો હતો અને તે 82.32ની સામે 82.64 રૂપિયા પર ખુલ્યો હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati