નવા વર્ષના પહેલા સપ્તાહમાં 7 કંપનીના IPO નું શેરબજારમાં થશે લિસ્ટિંગ, રોકાણકારો થશે માલામાલ!
વર્ષ 2023 માં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. વર્ષના પહેલા સપ્તાહમાં 7 કંપનીઓ શેરબજારમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જેના કારણે રોકાણકારોને બમ્પર આવક થઈ શકે છે. વર્ષ 2024 ના પહેલા સપ્તાહમાં 7 મોટી કંપનીઓનું શેરબજારમાં લિસ્ટિંગ થશે.

આજથી નવું વર્ષ શરૂ થયું છે, તેથી શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વર્ષ 2023 માં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. વર્ષના પહેલા સપ્તાહમાં 7 કંપનીઓ શેરબજારમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જેના કારણે રોકાણકારોને બમ્પર આવક થઈ શકે છે. વર્ષ 2024 ના પહેલા સપ્તાહમાં 7 મોટી કંપનીઓનું શેરબજારમાં લિસ્ટિંગ થશે.
જે કંપનીઓના શેર આ સપ્તાહે SME સેગમેન્ટમાં લિસ્ટ થશે તેમાં બાલાજી વાલ્વ કમ્પોનન્ટ્સ, સમીર એગ્રો એન્ડ ઇન્ફ્રા, AIK પાઇપ્સ, આકાંક્ષા પાવર, HRH નેક્સ્ટ સર્વિસિસ, મનોજ સિરામિક અને KC એનર્જીનો સમાવેશ થાય છે. આ કંપનીઓ વિશે વિગતવાર માહિતી જાણીએ.
આ સાત કંપનીઓનું થશે લિસ્ટિંગ
KC એનર્જી લિમિટેડ : SME સેક્ટરની KC એનર્જી લિમિટેડના IPO નું લિસ્ટિંગ 5 જાન્યુઆરીએ શેરબજારમાં થશે.
શ્રી બાલાજી વાલ્વ કમ્પોનન્ટ : બાલાજી વાલ્વ કમ્પોનન્ટના IPOનું લિસ્ટિંગ વર્ષના પ્રથમ સપ્તાહમાં જ થવાની ધારણા છે. તેનું લિસ્ટિંગ 3 જાન્યુઆરીએ BSE ના SME સેગમેન્ટમાં થઈ શકે છે.
મનોજ સિરામિક : મનોજ સિરામિકનો IPO 3 જાન્યુઆરીએ BSE ના SME સેગમેન્ટમાં લિસ્ટ થઈ શકે છે.
HRH નેક્સ્ટ સર્વિસિસ : કંપનીનો IPO 1 જાન્યુઆરીએ ફાઈનલ થવાની શક્યતા છે, જ્યારે NSEના SME સેગમેન્ટમાં તેનું લિસ્ટિંગ 3 જાન્યુઆરીએ થઈ શકે છે.
આકાંક્ષા પાવર અને ઇન્ફ્રા : આ કંપનીનો IPO બુધવારે 3 જાન્યુઆરીના રોજ NSE ના SME સેગમેન્ટમાં લિસ્ટ થઈ શકે છે.
સમીરા એગ્રો એન્ડ ઈન્ફ્રા : SME સેગમેન્ટની કંપનીનો IPO આજે એટલે કે 1 જાન્યુઆરીએ NSE પર આવી શકે છે.
AIK પાઈપ્સ અને પોલીમર્સ : આ કંપનીનો IPO આવતીકાલે એટલે કે મંગળવારે શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો : આ કંપનીના IPO થી સચિન તેંડુલકરે કર્યો 26 કરોડ રૂપિયાનો નફો, IPLના સૌથી મોંઘા ખેલાડી કરતા પણ કરી વધારે કમાણી
IPO કેટલા સબસ્ક્રાઈબ થયા
બાલાજી વાલ્વ કમ્પોનન્ટ્સનો પબ્લિક ઈશ્યુ સૌથી વધારે 276 વખત સબસ્ક્રાઈબ થયો હતો. ત્યારબાદ આકાંક્ષા પાવરને 117 વખત અને HRH નેક્સ્ટ સર્વિસને 66 વખત સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો હતો. AIK પાઇપ્સ એન્ડ પોલિમર્સ, મનોજ સિરામિક્સ અને સમીરા એગ્રો એન્ડ ઇન્ફ્રાના ઈશ્યુ અનુક્રમે 43 ગણો, 9 ગણો અને 2.9 ગણો સબસ્ક્રાઈબ થયા હતા.
