
હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે HUDCO ના શેરધારકો માટે સારા સમાચાર આવ્યા છે. કંપનીએ ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ગુજરાતમાં હાઉસિંગ અને અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 14,500 કરોડ રૂપિયા સુધીના ઈન્વેસ્ટમેન્ટ માટે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, HUDCO એ ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
આ કરાર હેઠળ ગુજરાત સરકાર વિવિધ હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો અમલ કરીને રાજ્યના સર્વાંગી વિકાસને આગળ ધપાવવા માગે છે, એમ નિવેદનમાં જણાવાયું છે. તમને જણાવી દઈએ કે HUDCO દેશમાં આવાસ અને શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પૂરી પાડવાના બિઝનેસમાં છે.
HUDCO તે કંપનીઓના લિસ્ટમાં સામેલ છે જેના શેરે આ વર્ષે મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. હુડકોના શેરે વર્ષ 2023 માં 135.23 ટકાનું રિટર્ન આપ્યું છે. ગયા વર્ષની શરૂઆતમાં NSE પર હુડકોનો શેર 53.50 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા. જે શુક્રવારે 29 ડિસેમ્બરે 125.85 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા 6 મહિનામાં શેરના ભાવમાં 120.60 રૂપિયાનો વધારો થયો છે.
હુડકોના શેરનું 52 વીક હાઈ લેવલ 130.45 રૂપિયા છે અને તેના શેર હાલમાં આ સ્તરની નીચે 7.93% ટ્રેડ થઈ રહ્યા છે. શેરનું 52 વીક લો લેવલ 40.40 રૂપિયા છે, જેના કારણે તેનો શેર લગભગ 211.76 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ અંદાજે 25.18 હજાર કરોડ રૂપિયા છે. આજે 1 જાન્યુઆરી, 2024 ના રોજ શેરના ભાવ 3.40 રૂપિયા વધીને129.35 પર બંધ થયા હતા.
હુડકોએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, કંપનીના ડિરેક્ટર (કોર્પોરેટ પ્લાનિંગ) એમ નાગરાજના કાર્યકાળને લંબાવવા માટે કેબિનેટની નિમણૂક સમિતિ પાસેથી મંજૂરી મળી છે. નાગરાજનો કાર્યકાળ 1 ફેબ્રુઆરી 2024 થી 31 જુલાઈ, 2027 ના રોજ તેમની નિવૃત્તિની તારીખ સુધી અથવા આગળના આદેશો સુધી અમલી રહેશે.