ગૌતમ અદાણીએ નવા વર્ષના પહેલા દિવસે જ કરી 20,593 કરોડ રૂપિયાની કમાણી, રોકાણકારોને પણ થયો ફાયદો
અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 2.38 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીનો શેર 2916.90 રૂપિયા પર બંધ રહ્યો હતો. કંપનીના માર્કેટ કેપમાં 7,740.61 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. અદાણી પોર્ટ અને સેઝના શેરમાં 2.33 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીના શેર 1048.05 રૂપિયા પર બંધ થયા હતા.

Gautam Adani
1 જાન્યુઆરી, 2024 ના દિવસે અદાણી ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જેનાથી અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં વધારો થયો છે. નવા વર્ષના પહેલા દિવસે જ અદાણી ગ્રુપના વેલ્યુએશનમાં 20,593 કરોડ રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધારે ઉછાળો NDTVના શેરમાં જોવા મળ્યો હતો.
2024 ના પહેલા દિવસે અદાણી ગ્રુપના શેરનું પ્રદર્શન
- અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 2.38 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીનો શેર 2916.90 રૂપિયા પર બંધ રહ્યો હતો. કંપનીના માર્કેટ કેપમાં 7,740.61 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
- અદાણી પોર્ટ અને સેઝના શેરમાં 2.33 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીના શેર 1048.05 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના માર્કેટ કેપમાં 5,162.74 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
- અદાણી પાવરમાં 0.09 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીનો શેર 525.30 રૂપિયા પર બંધ રહ્યો હતો. કંપનીના માર્કેટ કેપમાં 173.57 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
- અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 0.77 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીનો શેર 1054.10 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીના માર્કેટ કેપમાં 903.55 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
- અદાણી ગ્રીન એનર્જીમાં 0.08 ટકાનો વધારો થયો હતો અને કંપનીનો શેર 1598.35 રૂપિયા પર બંધ થયા હતા. માર્કેટ કેપમાં 205.93 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
- સોમવારે અદાણી ટોટલ ગેસમાં 1.25 ટકાનો વધારો થયો હતો અને કંપનીનો શેર 1001 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના માર્કેટ કેપમાં 1358.27 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
- જો અદાણી વિલ્મરના શેરની વાત કરીએ તો તેમાં 3.41 ટકાનો ઉછાળો થયો હતો અને કંપનીનો શેર 367 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીના માર્કેટ કેપમાં 1,572.62 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
- NDTV ના શેરમાં 5.03 ટકાનો વધારો થયો હતો અને શેર 275.75 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના માર્કેટ કેપમાં 85.11 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
- અંબુજા સિમેન્ટના શેરમાં 2.64 ટકાનો વધારો જોવા મળ્યો અને શેર 534.70 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના માર્કેટ કેપમાં 2,730.27 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
- ACC લિમિટેડના શેરમાં 1.59 ટકાનો વધારો થયો હતો અને કંપનીના શેર 2244.05 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના માર્કેટ કેપમાં 660.08 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
