
આજે 4 જાન્યુઆરીના રોજ સવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે તેજી જોવા મળી અને ક્યુપિડ લિમિટેડના શેરમાં 4.35 ટકાનો વધારો થયો હતો. ક્યુપિડ લિમિટેડના શેર ગુરુવારે 59.65 રૂપિયાના વધારા સાથે 1252.80 પર બંધ થયા હતા. આજે શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. 1660 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવતી ક્યુપિડ લિમિટેડના શેરનું 52 વીક હાઈ લેવલ 1252 રૂપિયા છે અને 52 વીક લો લેવલ 239 રૂપિયા છે.
ક્યુપિડ લિમિટેડના શેરે છેલ્લા 5 દિવસમાં રોકાણકારોને 11 ટકાનું રિટર્ન આપ્યું છે. જો છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો શેર 44 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં ક્યુપિડ લિમિટેડના શેરમાં 245 રૂપિયા સાથે 404 ટકાનું જંગી વળતર આપ્યું છે. 4 જાન્યુઆરી 2019ના રોજ ક્યુપિડ લિમિટેડના શેર 157 રૂપિયાના સ્તર પર હતા. તે મૂજબ ગણતરી કરીએ તો રોકાણકારોને 700 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે.
શેરબજાર પાસે ઉપલબ્ધ ડેટા મૂજબ મિનર્વા વેન્ચર્સ ફંડે ક્યુપિડ લિમિટેડના 75,000 શેર 1193.15 રૂપિયાના ભાવે લીધા છે. ક્યુપિડ લિમિટેડની સ્થાપના વર્ષ 1993 માં થઈ હતી. ક્યુપિડ લિમિટેડ એક અગ્રણી ભારતીય કંપની છે જે પુરુષ અને સ્ત્રી માટેના કોન્ડોમ, લુબ્રિકન્ટ જેલી અને EVD કીટનું ઉત્પાદન કરે છે. કંપનીની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 48 કરોડ મેલ કોન્ડોમ, 5.02 કરોડ ફિમેલ કોન્ડોમ અને 21 કરોડ લુબ્રિકન્ટ જેલી સેચેટ્સનું ઉત્પાદન કરવાની છે.
જૂનમાં ક્યુપિડ લિમિટેડે જાહેરાત કરી હતી કે, તેઓને મેલ અને ફિમેલ કોન્ડોમનો મોટો ઓર્ડર મળ્યો છે. લિવર મેન્યુફેક્ચરિંગ ગ્રુપ લિમિટેડ તરફથી 18 કરોડ રૂપિયાનો આ ઓર્ડર મળ્યો છે. ક્યુપિડ લિમિટેડને આ આંતરરાષ્ટ્રીય કંપની પાસેથી 18 કરોડ રૂપિયાનો મેલ અને ફિમેલ કોન્ડોમનો ઓર્ડર મળ્યો છે અને તે માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો છે.
આ પણ વાંચો : IPO ભરતા લોકોને થશે વધારે કમાણી! રતન ટાટાની એક કંપનીનો આવી રહ્યો છે આઈપીઓ
ક્યુપિડ લિમિટેડના CMD ઓમ પ્રકાશ ગર્ગના જણાવ્યા અનુસાર આ રિપીટ ઓર્ડર છે અને કંપની તેના માટે ઉત્સાહિત છે. એપ્રિલ 2023 સુધી ક્યુપિડ લિમિટેડની ઓર્ડર બુક 177 કરોડ રૂપિયા હતી. નવો ઓર્ડર મળ્યા બાદ ક્યુપિડ લિમિટેડની ઓર્ડર બુક 195 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
Published On - 8:43 pm, Thu, 4 January 24