મુસીબતના સમયમાં દેવદૂત બની સ્ટીલ કંપની, દૈનિક 900 ટન ઓક્સિજન પૂરો પાડી એક વર્ષમાં રોકાણકારોને 300% રિટર્ન આપ્યું

મુસીબતના સમયમાં દેવદૂત બની સ્ટીલ કંપની, દૈનિક  900 ટન ઓક્સિજન પૂરો પાડી એક વર્ષમાં રોકાણકારોને 300% રિટર્ન આપ્યું
પ્રતીકાત્મક તસ્વીર

JSW Steel એ કહ્યું કે તે લીકવીડ મેડિકલ ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરી રહ્યું છે અને એપ્રિલના અંત સુધીમાં દરરોજ 900 ટન સપ્લાય કરશે.

Ankit Modi

|

Apr 26, 2021 | 7:50 AM

JSW Steel એ કહ્યું કે તે લીકવીડ મેડિકલ ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરી રહ્યું છે અને એપ્રિલના અંત સુધીમાં દરરોજ 900 ટન સપ્લાય કરશે. તે આગામી દિવસોમાં વધુ વધારવામાં આવશે. કંપનીએ એપ્રિલ મહિનામાં કુલ 20 હજાર ટન પ્રવાહી ઓક્સિજન સપ્લાય કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. આ સપ્લાય કંપનીના પ્લાન્ટ્સમાંથી ત્રણ રાજ્યમાં કરવામાં આવશે. આજે કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે 21-23 એપ્રિલની વચ્ચે કંપની દ્વારા સરેરાશ 898 ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી છે. આ કોઈપણ સ્ટીલ પ્લેયર તરફથી સૌથી વધુ છે.

ઓક્સિજન સપ્લાયમાં મહત્વપૂર્ણ ફાળો ઓક્સિજનની તંગી વચ્ચે પીએમ મોદીએ શુક્રવારે ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં કંપનીના અધ્યક્ષ સજ્જન જિંદલ પણ હાજર હતા. દેશની સ્ટીલ કંપનીઓના વડાઓએ તે બેઠકમાં ભાગ લીધો હતો. લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ની સપ્લાયમાં સ્ટીલ કંપનીઓ નોંધપાત્ર ફાળો આપી રહી છે.

એક વર્ષમાં 300 ટકા વળતર સ્ટીલ બિઝનેસમાં JSW Steel દેશની અગ્રણી કંપની છે અને છેલ્લા એક વર્ષમાં આ કંપનીએ પણ તેના રોકાણકારોને સારો લાભ આપ્યો છે. આ કંપનીના શેરએ છેલ્લા એક મહિનામાં 44 ટકા, ત્રણ મહિનામાં 70 ટકા, એક વર્ષમાં 297 ટકા અદભૂત રિટર્ન આપ્યું છે. પિઅર્સ કંપનીઓની તુલનામાં ટાટા સ્ટીલે એક વર્ષમાં 240 ટકા, હિંડાલ્કોમાં 215 ટકા, જિંદાલ સ્ટીલને 405 ટકા અને એનએમડીસીએ 80 ટકા રિટર્ન આપ્યું છે.

પીઅર્સની માર્કેટ કેપ સૌથી વધુ હોય છે JSW Steelની માર્કેટ કેપ સૌથી વધુ 1.53 લાખ કરોડ રૂપિયા છે. બીજા નંબર પર ટાટા સ્ટીલ છે જેની માર્કેટ કેપ 1 લાખ 4 હજાર કરોડ રૂપિયા છે. આ કંપનીમાં પ્રમોટરનો 44 ટકા હિસ્સો છે. આ અઠવાડિયે કંપનીનો શેર 635.40 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. 52-સપ્તાહની ઉચ્ચતમ કિંમત 652.80 રૂપિયા છે અને સૌથી નીચો સ્તર 152.60 રૂપિયા છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati