MICRO SIP : માત્ર 100 રૂપિયાથી શરૂ કરો છોટુ SIP, ધીરે ધીરે બચત નહિ પણ રોકાણ કરો

MICRO SIP : માત્ર 100 રૂપિયાથી શરૂ કરો છોટુ SIP, ધીરે ધીરે બચત નહિ પણ રોકાણ કરો સિસ્મેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan) એટલે SIP, સારા પૈસા બનાવવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ મનાય છે.

MICRO SIP : માત્ર 100 રૂપિયાથી શરૂ કરો છોટુ SIP, ધીરે ધીરે બચત નહિ પણ રોકાણ કરો
SIP
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 24, 2021 | 7:29 AM

MICRO SIP : માત્ર 100 રૂપિયાથી શરૂ કરો છોટુ SIP, ધીરે ધીરે બચત નહિ પણ રોકાણ કરો સિસ્મેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan) એટલે SIP, સારા પૈસા બનાવવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ મનાય છે. એસઆઈપીમાં કેટલીક વિશેષ બાબતો છે જે તેને આજના સમયમાં ખૂબ આકર્ષક રોકાણ વિકલ્પ બનાવે છે. તમે ઘણા એસઆઈપી વિશે સાંભળ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાં એક છોટુ એસઆઈપી પણ હોય છે જેને Micro SIP કહેવામાં આવે છે.

માત્ર 100 રૂપિયાની SIPને Micro SIP કહેવામાં આવે છે. તેમાં તમે ખૂબ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકો છો. મોટાભાગના લોકો બે બાબતોના કારણે મ્યુચ્યુઅલ ફંડ્સ (MF) માં રોકાણ કરતા નથી. પ્રથમ, પૈસા બચતાં નથી અને બીજું, રોકાણ માટે ઘણાં પૈસાની જરૂર પડે છે. માઇક્રો એસઆઈપી એ હલ છે. તમે ફક્ત 100 રૂપિયામાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકો છો.

દેશમાં કુલ 4.5 કરોડથી વધુ ડીમેટ ખાતા (Demat Accounts) છે. તેમાંથી 3.55 કરોડ SIP ખાતા છે. 130 કરોડની વસ્તીવાળા દેશમાં આ સંખ્યા એકદમ ઓછી લાગે છે. પરંતુ, ધીરે ધીરે અમારો ઉદ્દેશ યોગ્ય લોકોને આર્થિક સધ્ધર બનાવાનો છે. વર્ષ 2011-12માં, મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ માઇક્રો સિપ એટલે કે નાની કિંમતોના એસઆઈપી પ્રોડકટ લાવવાની શરૂઆત કરી હતી. મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેંજ અને બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ આ માઇક્રો-એસઆઈપીમાં રોકાણ કરનારાઓ માટે KYC નિયમોમાં રાહત આપી હતી. પાન વિના પણ રોકાણકારો તેમાં રોકાણ કરી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

એડલવીઝ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના સેલ્સ હેડ દીપક જૈનના જણાવ્યા મુજબ, 100 રૂપિયાનું એસઆઈપી રોકાણ તમને મોટો વળતર આપશે નહીં, સિવાય કે તમે તેમાં રકમ વધારશો. પરંતુ, લોકો વધુ આર્થિક રીતે જાગૃત થઈ રહ્યા છે અને તેઓ 100 રૂપિયાના SIPનો ઉપયોગ લોંચ પેડ તરીકે કરી શકે છે. હાલમાં, મ્યુચ્યુઅલ ફંડના લગભગ 5-10% ઉત્પાદનો એવા છે કે જે 100 રૂપિયામાં એસઆઈપી આપે છે. ઇક્વિટી અને ડેટ કેટેગરીમાં લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલકેપ ફંડ્સ છે જ્યાં તમે ફક્ત 100 રૂપિયામાં રોકાણ શરૂ કરી શકો છો. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું બ્લુ ચિપ એન્ડ બેલેન્સડ એડવાન્ટેજ ફંડ, ઇન્વેસ્કોનું લાર્જ કેપ ફંડ અને કોર્પોરેટ બોન્ડ ફંડ, નિપ્પન ઇન્ડિયાના ગ્રોથ ફંડ, ઇન્ડેક્સ ફંડ (નિફ્ટી પ્લાન) અને લિક્વિડ ફંડ, આદિત્ય બિરલા સન લાઇફનું લો ડ્યુરેશન ફંડ અને એડલવીસ લાર્જ કેપ ફંડ છે જ્યાં એસ.આઈ.પી. થોડી રકમથી શરૂ કરી શકાય છે.

ઓપ્ટિમા મની મેનેજર્સના સ્થાપક પંકજ મથપાલ કહે છે કે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઇન્ડિયા (AMFI) અને મ્યુચ્યુઅલ ફંડ એએમસીએ આ ભંડોળ વિશે જાગૃતિ લાવવી જોઈએ જેથી નાના રોકાણકારો પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે. લોકો આમાં સીધા રોકાણ કરશે. પરંતુ તેમને આવા માઇક્રો-સિપ વિશે જાણવું જોઈએ. પંકજ માને છે કે 100 રૂપિયાની ઓછી રકમવાળી એસઆઈપી લોકો એમએફ વિશે સમજ આપી શકે છે અને તેની શરૂઆત કરીને આત્મવિશ્વાસ મેળવી શકે છે અને મોટી રકમનું રોકાણ કરવા માટે તૈયાર રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">